હળવદમાં વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું
હળવદ: હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામથી ભલગામડા જતા રસ્તે જમણી બાજુમાં આવેલ કાકરકા સિમમા કાકરકી તળાવડી પાસે પ્રવિણભાઈ મધુભાઈ રજપુત વાળાની વાડીમાં ચાલતું જુગારધામ મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડી તીનપત્તીનો જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડયા હતા.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જ્ગ્યા હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામથી ભલગામડા જતા રસ્તે જમણી બાજુમાં આવેલ કાકરકા સિમમા કાકરકી તળાવડી પાસે પ્રવિણભાઈ મધુભાઈ રજપુત વાળાની વાડીમાં રેઇડ કરતા વાડીમા તીનપત્તીનો જુગાર રમતા આરોપી પ્રવિણભાઇ ઉર્ફે પિટર લીંબાભાઇ કલોતરા, હિતેષગીરી નરભેગીરી ગૌસ્વામી, અજયભાઇ પરબતભાઇ કરોતરા, પ્રવિણભાઇ ધનજીભાઇ ગોદાવરીયા, પ્રવિણભાઇ ગાંડાભાઇ ચાવડા, પ્રવિણભાઇ તળશીભાઇ આદ્રોજા, પ્રવિણભાઇ વશરામભાઇ રાસળીયા રહે બધાં હળવદ તથા ભાર્ગવભાઇ લલીતભાઇ અઘારા રહે. અણીયારી ગામ તા.જી.મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧,૦૦,૯૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૫ કિં રૂ.૩,૦૦૦ મળી કુલ કિં રૂ.૧,૦૩,૯૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.