હળવદ મામલતદાર ના અનુદાનથી હળવદ 3 પ્રાથમિક શાળામાં તિથીભોજન, મામલતદારે બાળકો સાથે ભોજન લીધુ
કોરોના મહામારીને પગલે લગભગ બે વર્ષ જેટલો સમય બંધ રહ્યા બાદ મધ્યાહ્ન ભોજન શરુ કરાયું છે ત્યારે હળવદ મામલતદારે બાળકો સાથે બેસી ભોજન લીધું હતું, સમાજ ને એક નવો રાહ ચિંધ્યો હતો.હળવદ મામલતદાર એન એસ ભાટીના અનુદાનથી ૩ પ્રાથમિક શાળામાં તિથીભોજનથી પીએમ પોષણ (મધ્યાહન ભોજન યોજના) ની કોરોના કાળ બાદ અંદાજે ૭૦૦ દિવસ પછી પુનઃ શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે હળવદ મામલતદાર ને.એસ. ભાટી એ બાળકો સાથે બેસી ભોજન લીધું સમાજ ને નવો રાહ ચિંધ્યો હતો.
રિપોર્ટ – રવી પરીખ હળવદ
