Wednesday, September 25, 2024

હળવદના માથક ગામે રસ્તામાં ગાળો બોલવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી: સામસામે નોંધાઈ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના માથક ગામે રસ્તામાં ગાળો બોલવાની ના પાડતાં બંને પક્ષો વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો જ્યાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા ગોવિંદભાઈ દેવશીભાઇ મકવાણા (ઉ.વ.૩૩) એ આરોપી અંકલો ઉર્ફે વિજય ભુપતભાઇ કોળી, નિલેશ ઉર્ફે નિકો હેમુભાઈ કોળી, લાલજીભાઇ પ્રભુભાઈ કોળી, અનિલભાઈ ભરતભાઇ રાવલ, ભાવેશભાઇ પ્રકાશભાઇ રાવલ રહે. બધાં માથક ગામે.‌તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦-૧૧-૨૦૨૨ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે ફરીયાદી તથા સાહેદ માથક ગામે દશામાના મંદીર પાસેથી જતા હોય ત્યારે આરોપી વિજય, નિલેશ, લાલજીભાઇ, અનિલભાઈ ગાળો બોલતા હોય જેથી ફરીયાદી તથા સાહેદોએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને તથા સાહેદ ને ગાળો આપી આરોપી વિજયએ સાહેદ મુકેશભાઇ ને છરી વતી છાતીના વચ્ચેના ભાગે મારી ઇજા કરી આરોપીઓ ફરીયાદી તથા સાહેદ ને મારી નાખવાની ધમકી આપી બાદ સાહોદો આરોપીઓને સમજાવા ચરમારીયા દાદાના મંદીર પાસે જતા ચારે આરોપીઓ અલ્ટો તથા બ્રેજા દોડાવી છુટા પથ્થર તથા ઇટોના ઘા મારી સાહેદ જયેશ તથા પ્રતિકને શરીરે નાની મોટી મુઢ ઇજાઓ કરી તથા ચારે આરોપીઓ સાહેદ વિભાભાઇના ઘરના ફળીયામાં પ્રવેશ કરી ઘરના ફળીયા પડેલ ઇકો તથા સ્વીફટ ગાડીના કાચ ફોડી નુકશાન કરી તથા ફળીયાના દરવાજામા ઘા મારી નુકશાન કરી તેમજ છુટા પથ્થર ના ઘા મકાન ઉપર કરી સાહેદ રંજન બેનને જમણા પગમાં મુઢ ઇજા કરી તથા આરોપી ભાવેશભાઇ પાછળથી આવી ફરીયાદી તથા સાહેદ ને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છુટા પથ્થર ના ઘા કરી કર્યા હતા. આ બનાવ અંગે ગોવિંદભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જયારે સામા પક્ષે હળવદ તાલુકાના માથક ગામે રહેતા વિજયભાઈ ઉર્ફે અંકલો ભુપતભાઇ મદ્રેસાણીયા (ઉ.વ.૨૩) એ આરોપી કમલેશભાઈ કુકાભાઈ રાવળ, મુકેશભાઈ દેવશીભાઇ રાવળ, ગોવિંદભાઈ દેવશીભાઇ રાવળ, મનસુખભાઈ રતુભાઇ રાવળ રહે બધા માથક ગામ.‌તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૧૧-૨૦૨૨ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે સાહેદ ભાવેશને આરોપીઓ મકાનમાં રસ્તામાં હાલવા બાબતે ગાળો બોલી જગડો કરતા ફરીયાદી વચ્ચે પડતા આરોપીઓ ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને ગાળો આપી ધોકાથી ફરીયાદીને માથમાં તથા શરીરે મારી સામાન્ય ઇજાઓ કરી તથા સાહેદ રેખાબેન વચ્ચે પડતા તેને પણ આરોપીઓએ ડાબા હાથની આંગળીમાં મારી ઇજા કરી તેમજ આરોપીઓએ ફરીયાદીની બ્રેજા ગાડી તથા સાહેદની અલ્ટો ગાડીના કાચ ફોડી બન્ને ગાડીમાં નુકશાની કરી તેમજ ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વિજયભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર