હળવદના ચરાડવા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
પોલીસ ઇન્સ્પેકટરનાઓએ સર્વેલન્સ સ્ટાફ પોલીસને સંયુક્ત રીતે બાતમી મળતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સ્ટાફને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા પાંચ ઇસમોને ફૂલ રૂ.૬૮.૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ :- વશરામભાઈ શામજીભાઈ માકાસણા રહે.ચરાડવા તા.હળવદ જી. મોરબી, મુકેશભાઈ હસમુખભાઈ માકાસણા, રહે ચરાડવા તા.હળવદ જી.મોરબી, રણછોડભાઈ વજીભાઈ સોનગ્રા રહે. ચરાડવા તા.હળવદ જી.મોરબી, રમેશભાઈ ચુનીલાલભાઈ જોબનપુત્રા રહે.ચરાડવા તા.હળવદ જી,મોરબી, શૈલેષભાઈ રતીલાલભાઈ પુજારા રહે.સુથાર શેરી તા.હળવદ જી.મોરબી
પકડવાના બાકી આરોપી:- મહેશભાઈ પ્રભુભાઈ વાઘેલા રહે. સુથાર શેરી ચરાડવા તા.હળવદ જી.મોરબી, ગોરધનભાઈ ચતુરભાઈ માકાસણા જાતે.પટેલ રહે.અવની સોસાયટી મોરબી તા.જી.મોરબી.
કબ્જે કરેલ મુદામાલ: રોકડ રૂ.૧૮,૬૦૦/- તથા મોટરસાયકલ નંગ-૨ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કિ.૧૦,૦૦૦/ -એમ કુલ રૂ.૬૮,૬૦૦/- ના મુદામાલ કબ્જે કરેલ છે.