Wednesday, January 22, 2025

હળવદ યુવા ભાજપ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” ભારતીય સેના ના વીર બલિદાની સ્વ.વનરાજસિંહ ઝાલા (કોયબા) ના ફળિયા ની માટી એકત્ર કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા ભારત દેશ ને આઝાદી મળ્યા ના ૭૫ વર્ષ પૂર્ણ થતાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ૭૫ બાઈક સાથે બાઈક રેલી ગુજરાત ભર માં પરિભ્રમણ કરશે અને દરેક જિલ્લા અને તાલુકા મથકે થી માં ભારતી ની રક્ષા કાજે પોતાના પ્રાણ ની આહુતિ આપનાર વીર જવાનો ના ઘર ના ફળિયા ની પવિત્ર માટી કળશ માં એકત્ર કરવામાં આવશે અને ગુજરાત ના વિવિધ સ્થળો થી એકત્ર કરેલ વીર બલિદાની ના ફળિયા ની માટી ના કળશ નું સમૂહ માં પૂજન કરવામાં આવશે તે અંતર્ગત હળવદ તાલુકાના કોયબા ગામ ના પનોતા પુત્ર શ્રી વનરાજસિંહ ઝાલા જેઓ ભારતીય સેના માં ફરજ બજાવતા હતા અને ૧૯૭૧ માં થયેલ કારગીલ યુદ્ધ માં દુશ્મનો સાથે ની લડાય માં માં ભારતી ની રક્ષા કાજે પોતાના પ્રાણ ની આહુતિ આપી હતી ત્યારે આજરોજ હળવદ યુવા ભાજપ દ્વારા વીર બલિદાની સ્વ.વનરાજસિંહ ઝાલા ના કોયબા ખાતે ના ઘર ના ફળિયા ની પવિત્ર માટે કળશ માં એકત્ર કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યકમ માં મોરબી જિલ્લા પંચાયત ના પ્રમુખ ચંદુભાઈ શિહોરા , મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી , વાસુદેવભાઇ સિનોજીયા રજનીભાઇ સંઘાણી ,ઉપેન્દ્રસિંહ ઝાલા, તપનભાઇ દવે, નયનભાઈ દેત્રોજા , રવિ પટેલ અને કોયાબા ગામ ના સરપંચ દેવેન્દ્રસિંહ ઝાલા , વીર બલિદાની સ્વ. વનરાજસિંહ પરિવાર ના સુખદેવસિંહ , કિશોરસિંહ બનનાભાઈ તથા ભારતીય સેના ના નિવૃત્ત જવાન માનસંગભાઈ ચૌહાણ સહિત ગામ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે જઈને વીર બલિદાની ના ઘર ના ફળિયા ની પવિત્ર માટી કળશ માં એકત્ર કરવામાં આવી હતી અને ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નાદ થી કૉયબા ગામ ની શેરીઓ ગુંજી ઉઠી હતી અને ગામ માં દેશભક્તિ મય વાતાવરણ બન્યું હતું

આ કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ લોરિયા , અજયસિંહ ઝાલા , રમેશ હડિયલ, વિકાસ કુરિયા , કુલદીપસિંહ રાઠોડ , મનોજ રબારી , શૈલેષ પરમાર , રામજી સોનાગ્રા , જીલાભાઈ ભરવાડ સહિતનાઓ એ ભારે જહેમત ઉઠાવી હતી
રવી પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર