Monday, January 20, 2025

હળવદ મોરબી હાઈવે રોડ પર ડમ્પરે કારને હડફેટે લેતા ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના નિંચી માંડલ ગામથી ઉંચી માંડેલની વચ્ચે દરગાહ સામે હળવદ મોરબી હાઈવે રોડ ઉપર વળાંકમાં ટ્રક ડમ્પરે કારને હડફેટે લેતા કારમાં બેસલ ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે આરોપી ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ રહે મોરબી તાલુકાના નિંચી માંડલ ગામે અને હાલ મોરબી રવાપર રોડ ક્રિષ્ના સ્કુલ સામે લોટસ-૧૫૮ ફ્લેટ નં-5-B-70 માં રહેતા હિતેષભાઇ રામજીભાઇ અઘારા (ઉ.વ.૪૪) એ આરોપી ટ્રક ડમ્પર રજીસ્ટર નં- GJ-03-BW-9214 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૬-૦૨-૨૦૨૩ ના રોજ બપોરના દોઢેક વાગ્યાની આસપાસ ટ્રક ડમ્પર નં-GJ-03 -BW-9214ના ચાલકે પોતાના હવાલા વાળુ ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે બેફીકરાઇથી ચલાવીને ફરીયાદીના દિકરા સ્મિતના હવાલાવાળી ફોરવીલ હયુન્ડાઇ કંપની I-10 ને જેના રજીસ્ટર નં-GJ-36-AF-1921 વાળીમા સાહેદો સાથે નીકળતા ટ્રક ડમ્પરે સામેથી આવીને ફોરવીલને ફરીયાદીના દિકરા કારના ચાલક તથા તેમા બેસેલ બાળકોને હડફેટે લેતા ફરીયાદીના દિકરા સ્મીતને જમણા હાથમા કાંડામા તથા બંને પગના સાથળમા ફેકચર તથા શરીરે છોલછાલ ઇજાઓ તથા કારમા બેસેલ સાહેદ દિપ નિલેષભાઇ વાળાને જમણા પગના સાથળમા તથા ઘુટણમા ફેકચર તથા જમણા હાથના પંજામા ફેકચર તથા ગાલ ઉપર છોલછાલ તથા સાહેદ ધ્રૂવિનભાઇ વિનોદભાઇને શરીરે સામાનય ઇજાઓ પહોચાડીને ટ્રક ડ્રાયવર નાશી ગયો હતો. આ બનાવ અંગે હિતેષભાઇએ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો.કલમ -૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એક્ટ ક-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર