Saturday, September 28, 2024

હળવદ માળિયા હાઈવે રોડ ઉપર JCB સાથે બાઈક અથડાતાં બેનાં મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ માળિયા હાઈવે રોડ પર રાતકડી હનુમાન તરફ જવાના રસ્તા પાસે હાઈવે રોડ ઉપર જી.સી.બી સાથે મોટરસાયકલ અથડાતાં બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બંન્નેના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ અને કાકાએ આરોપી જી.સી.બી મશીનના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદના સુસવાવ માં રહેતા રમેશભાઈ સવાભાઈ વાંજા (ઉ.વ.૩૪) એ આરોપી નંબર વગરની જી.સી.બી મશીનનો ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૧૨-૨૦૨૨ ના રોજ સાંજના સાત સાડા સાત વાગ્યાના અરસામાં આરોપી નંબર વગરના જી.સી.બી મશીનના ચાલકે પોતાના હવાલાવાળુ જી.સી.બી મશીન પુરઝડપે અને ગફલતભરી રીતે બેફીકરાઇથી માણસોની ઝીંદગી જોખમાય તે રીતે ચલાવી હોઇવે રોડ ઉપર ડાબી તથા જમણી સાઇડ જોયા વગર સીધું હાઇવે રોડ પર ચડાવી મારા ભાઇ કાળુભાઇ તથા ભત્રીજા વિજયભાઇ મોટરસાયકલ લઇને જતા હોય તેમની સાથે ભટકાડી મારાભાઇ કાળુભાઇને શરીરે પેટના ભાગે તથા ડાબા પગે સામાન્ય ઇજા કરી તથા મારા ભત્રીજા વિજય ઉર્ફે વકતાભાઇના પેટના ભાગે જી.સી.બી મશીનના દાતા વાગી જતા પેટનો ભાગ બહાર કાઢી નાખતા બંન્નેના મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ અને કાકા થાતા રમેશભાઈ એ આરોપી જી.સી.બી. મશીનના ચાલક વિરુદ્ધ હળવદ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર