Friday, September 20, 2024

હળવદ બોર્ડના પરીક્ષા કેન્દ્રમાં માત્ર એક જ વિદ્યાર્થીની પરીક્ષા લેવાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મંગલમ વિદ્યાલય ખાતે એક બ્લોકમાં એક વિદ્યાર્થીની માટે ૧૨ લોકોનો સ્ટાફ ખડેપગે


જેમ‌ બાણેજ માં ચૂંટણીમાં એક જ વ્યક્તિ માટે મતદાન મથક એવું ઉભું કરવામાં આવે છે. તેવી જ રીતે હળવદ એસએસસી બોર્ડની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્ર મંગલમ વિદ્યાલય ખાતે એક જ બ્લોક એક વિદ્યાર્થીની પરીક્ષા લેવાઇ હતી.

તાજેતરમાં એસએસસી બોર્ડ અને એચએસસી બોડૅની પરીક્ષા ચાલી રહી છે.ત્યારે હળવદ ખાતે આવેલ મંગલમ વિદ્યાલયમાં એસ.એસ.સી પરીક્ષા કેન્દ્રમાં માત્ર એક જ બ્લોક એક જ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. મંગલમ વિદ્યાલયમાં આજે ધોરણ 10ની પરીક્ષા ઇંગ્લીશ મીડીયમનું ગુજરાતી વિષયનું પેપર હતું જેમાં એક જ બ્લોકમાં એક વિદ્યાર્થીની એ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. અને વહીવટી તંત્ર ધ્વારા એક વિદ્યાર્થીની માટે ૧૨ કર્મચારીઓનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો. વધુમા પોલીસ તંત્ર દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
તેમ મંગલમ્ વિધાલયના સ્થળ સંચાલક એચ.એમ.પટેલે જણાવ્યું હતું.

રવી પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર