Friday, September 20, 2024

સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ખેલાડીઓ ૩૧-માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરી શકશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્પેશિયલ ખેલમહાકુંભ-૨૦૨૧નું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પેશિયલ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવાનો છે.

આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં MR(મનોદિવ્યાંગ), OH(અસ્થિવિષયક દિવ્યાંગ), Blind(અંધજન), HI(ડેફ) ખેલાડીઓ ભાગ લે તે હેતુથી જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિવિધ રમતોનાં જુદા જુદા વયજુથમાં સમાવેશ કરી આયોજન કરવામાં આવનાર છે. સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન સંભવિત એપ્રિલ માસનાં પ્રથમ સપ્તાહમાં કરવાનું હોય

 જે અંગેના ફોર્મ તાલુકામાં બી.આર.સી.ભવન ખાતેથી તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી-રૂમ નં.૨૫૭બીજો માળતાલુકા સેવા સદનલાલબાગ ખાતે તા. ૩૧-૦૩-૨૦૨૨ સુધીમાં ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવા સાથે પહોંચતા કરવા જિલ્લા રમત ગમત અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર