જે.નવીન સૌરાષ્ટ્ર સ્ટેટ ટીમ અન્ડર ૨૫ સી કે નાયડુ ટુર્નામેન્ટમાં પ્રોબેબ્લ સિલેક્ટ થયો છે જે ખેલાડી મોરબીના કોચ નિશાંત જાનીના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી સિલેકશન પામ્યો છે
સી કે નાયડુ ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયેલ ખેલાડી જે નવીન બંને હાથથી બોલિંગ કરી સકે છે જે લેફ્ટ આર્મ સ્પીન અને રાઈટ આર્મ ઓફ સ્પીન બોલિંગ કરે છે તેમજ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે બહુ ઓછા ખેલાડીઓ બંને હાથે બોલિંગ કરી સકતા હોય છે જેમાં નવીન સ્થાન પામે છે
ટુર્નામેન્ટ માટે પસંદગી પામેલ નવીન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમીનો પ્લેયર છે જે ડીસ્ટ્રીકટ મેચમાં સેન્ચુરી મારી અને કુલ છ વિકેટ ઝડપી હતી નવીન સારા બોલર, બેટ્સમેન તેમજ અટેકીંગ ફિલ્ડર પણ છે ખેલાડીની સિદ્ધિ બદલ મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાએ શુભેચ્છાઓ પાઠવી છે
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય - ગાંધીનગર દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા) લેવામાં આવી હતી.
જેમાં માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ ડાંગર મંથન સુરેશભાઈ અને રાવા ઇસીતા મનજીભાઈ એ ઉત્કૃષ્ટ દેખાવ કરી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025...
મોરબી શહેરમાં આવેલ ખખડધજ રોડ જેમાં સ્ટેશન રોડ, તેમજ જડેશ્વર રોડ, તેમજ દરબારગઢથી ગ્રીન ચોક અને ગ્રીન ચોક થી નહેરૂ ગેઇટ તથા જડેશ્વર રોડ, મચ્છી પીઠ રોડ, આશ્વાદ પાન વાળો રોડ વિગેરે રસ્તા નવા બનાવી આપવા મોરબીના સામાજિક કાર્યકરોએ કમીશ્નરને રજુઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે,...
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની ધો.5 ની 56 માંથી 40 બાળાઓએ CET પરીક્ષાના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કર્યું
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર,ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે .
જેમ કે બાળાઓ માટે...