Monday, November 18, 2024

સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચીમા 74 માં પ્રજાસતાક દિનની ઉત્સાહભેર ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલ તથા મિશ્ર પ્રાથમિક શાળા,કુમાર શાળા, કન્યા શાળા તેમજ ક્રિષ્ના વિદ્યાલયની સંયુક્ત રીતે પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી.

પ્રજાસતાક દિન નિમિતે સરકારના આદેશ મુજબ કન્યા કેળવણીને પ્રાધાન્ય આપતા ગામની વધુ ભણેલી દીકરી તેમજ દિવ્યાંગ દીકરીના હસ્તે પરેડ સાથે ધ્વજવંદન વિધિ કરવામાં આવી.. પ્રસંગને અનુરૂપ કે. જી. ના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 26 જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદ, બેટી બચાવો બેટી પઢાવો, સરદાર પટેલ, મહાત્મા ગાંધીજી વિશેના વક્તવ્યો રજુ કરવામાં આવ્યા.. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઝાંસીની રાણી એકપાત્રિય અભિનય, પિરામિડ તેમજ દેશભક્તિ ગીતો પર નૃત્ય રજુ કર્યા હતા.

હાઈસ્કૂલમાં સમગ્ર વર્ષ દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ગામના સરપંચ વનીતાબેન દિનેશભાઇ પારજીયા દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે તમામ ગ્રામ પંચાયત સદસ્યઓ, બહોળી સંખ્યા માં ગ્રામજનો એ હાજરી આપી હતી..તમામ આમંત્રિત મહેમાનો એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

આ તકે ખાખરેચી ગામના જ વતની હાલ અમેરિકા રહેતા આદેસણીયા ગુણવંતભાઈ એ સમગ્ર કાર્યક્રમ વિડિયો કોલ દ્વારા નિહાળીને કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહિત કરી માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્ર પ્રેમ પ્રત્યેનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અંતે શાળા પરિવારે તમામ વક્તવ્ય આપનાર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરનાર તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો..

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર