Saturday, September 21, 2024

જિલ્લા ભાજપ પ્રમુખે યોજી પ્રેસ કોન્ફરન્સ : કોંગ્રેસે ધરણા ટૂંકાવ્યા !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં હિન્દી ચીની ભાઈ ભાઈ જેવો ઘાટ !

મોરબી : મોરબી જિલ્લાની સરકારી કોલેજ રદ્દ કરી તાપીને ફાળવી દેવાતા સામાજિક સંસ્થાઓ નામી અનામી લોકો અને કોંગ્રેસ /આમ આદમી પાર્ટી દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરતા ખુદ ભાજપ નાં આગેવાનો ગાંધીનગર દોડી ગયા હતા અને આરોગ્ય મંત્રી ને રૂબરૂ મળીને મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ પરત મળે તેવી રજૂઆત કરી હતી

સાથે સાથે કોંગ્રેસે સતત છ દિવસના ધરણા શરૂ કરતા અંતે સરકારે હાલમાં નિર્ણય ફેરવી તોળી મોરબીને રૂપિયા 580 કરોડના ખર્ચે સરકારી મેડિકલ કોલેજ નુ જીએમઇઆરએસ હેઠળ ટેન્ડર બહાર પાડતા આજે ભાજપ અધ્યક્ષ દ્વારા પત્રકાર પરિષદ યોજવામા આવી હતી પરંતુ આરોગ્યમંત્રી કે સરકાર નાં ઓથેનટીક પ્રવક્તા દ્વારા સરકારી મેડિકલ કોલેજ ની કોઈ જાહેરાત કે કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નહતો

પણ ભાજપ જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ જાહેરાત કરી હતી કે મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ આપવામાં આવશે અને તેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે પત્રકારો એ સવાલો કરયા હતાં કે કોલેજ નું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવશે કે પછી અન્ય ખાનગી સંસ્થાને સોંપી દેવામાં આવશે સરકાર દ્વારા બ્રાઉન ફિલ્ડ નો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેવો ગ્રીન ફીલ્ડ નો પરિપત્ર ક્યારે બહાર પાડવામાં આવશે આવા તર્ક અને તથ્ય સાથે નાં સવાલો ના જવાબ આપવા નેં બદલે મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ મળશે તેવી જાહેરાત કરી હતીતો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીલાલ પટેલ અને કોંગ્રેસ અગ્રણી મનોજ પનારાએ પણ પત્રકાર પરિષદ યોજી સરકારની જાહેરાતને પગલે આ નિર્ણયને જનતાની જીત ગણાવી હતી અને જો સરકાર હજુ પણ કઈ ઘાલમેલ કરી મોરબીને સરકારીને બદલે ખાનગી મેડિકલ કોલેજ અંગે નિર્ણય લેશે તો હજુ પણ જલદ આંદોલન કરવાની તૈયારી દર્શાવી સરકારી મેડિકલ કોલેજ માટે ટેન્ડર બહાર પડતા આજે એક દિવસના ધરણા ટૂંકાવવામાં આવ્યા હોવાનું જાહેર કર્યું હતું. ટૂંકમાં હિન્દી ચીની ભાઈ ભાઈ જેવો ઘાટ સર્જાયો હતો .

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર