સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ હરીચરણદાસજી મહારાજ ની પુષ્પાંજલિ નિમિતે મોરબી મા સુંદરકાંડ ના પાઠ યોજાશે
ગોંડલ સ્થિત રામજી મંદિર નાં સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ફાગણ સુદ-૧૧ તા.૨૮-૩-૨૦૨૦ સોમવાર ના રોજ બ્રહ્મલીન થયા. તેમની શ્રધ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ રૂપે મોરબી ના ગુરુભાઈઓ દ્વારા આગામી મંગળવાર તા.૫-૪-૨૦૨૨ ના રોજ રાત્રે ૯ કલાકે શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સુંદરકાંડ ના પાઠ નુ આયોજન કરવા મા આવ્યુ છે. સંગીતમય શૈલી મા સુંદરકાંડ નુ રસપાન કરવા તેમજ ગુરુજી ને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવા શહેર ની દરેક ધર્મપ્રેમી જનતા ને પધારવા વિનંતી કરવામાં આવી છે.
જય સીયારામ
જય જલારામ