Sunday, November 24, 2024

સંભવિત હીટ વેવના આગોતરા આયોજન અંગેની રાજ્યક્ક્ષાની વીડિયો કોન્ફરન્સમાં જિલ્લાઓને વિવિધ સુચનો કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હીટ વેવમાં કરવાની થતી કામગીરીની બેઠક યોજી મોરબી કલેક્ટરએ નાગરિકો માટે સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તાકીદ કરી

મોરબી: ભારત મોસમ વિજ્ઞાન વિભાગ(IMD) દ્વારા રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને સંભવિત હિટવેવ અંગેની એક વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાતના કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારીઓ જોડાયા હતા. IMD ના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ છેલ્લા ૧૦ વર્ષના સૌથી લઘુતમ, સામાન્ય અને મહત્તમ તાપમાનની, હિટવેવનો ક્રાઇટ એરીયા, ગરમ રણ પ્રદેશ, દરિયાઈ વિસ્તાર વગેરેના હીટ વેવ તથા તેમાં સાવચેતી રાખવા વિશે પ્રેસેન્ટેશનના માધ્યમથી જાણકારી હતી.

રાહત કમિશનર પટેલએ માનવ આરોગ્યને અસર કરતું એક મુખ્ય પરિબળ હિટવેવ છે તેમ જણાવી હીટ વેવમાં શ્રમિકો, મજૂરો,ખેડૂતો અને વૃધ્ધોને બચાવવા અંગે જિલ્લા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી વિષે માર્ગદર્શન આપ્યું હતું.

વીડિયો કોન્ફરન્સ બાદ મોરબી કલેક્ટર જી.ટી. પંડ્યાએ સંભવિત હીટ વેવથી લોકોને સાવચેત રહેવા માટેના આયોજન અંગેની મિટિંગ અધિકારીઓ સાથે યોજી હતી. જે અન્વયે હિટવેવથી બાળકો, વૃધ્ધો, શ્રમિકોના મૃત્યો ન થાય કે લોકો કે પશુઓની આરોગ્યને અસર ન થાય તે માટે વિવિધ પગલાંઓ લેવા કલેકટરએ જણાવ્યું હતું. પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ હાથવગી રાખવા તેમજ ખેતી પાકોને નુકશાન ન થાય તે પણ જોવા પણ કલેક્ટરએ અધિકારીઓને સુચના આપી હતી.

વિવિધ વિભાગોએ હીટ વેવમાં કરવાની થતી કામગીરી તેમજ નાગરિકોને ઉપલબ્ધ કરાવવાની સુવિધાઓ વિશે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

તમામ વિભાગોની સરકારી કચેરીઓ કે જ્યાં મોટા પ્રમાણમાં અરજદારો આવતા હોય ત્યાં લોકોને તડકો ન લાગે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવા, પીવાના પાણીની વ્યવસ્થા, પ્રાથમિક સારવાર, ૧૦૮ ની સગવડ, ગરમીના કારણે સમયમાં ફેરફાર વગેરે જેવી બાબતો ધ્યાનમાં લેવા માટે તથા બસ સ્ટેશન વગેરે જેવા જાહેર સ્થળોએ લોકો માટે છાંયડો અને પાણી જેવી વ્યવસ્થાઓ ગોઠવવા પણ આ બેઠકમાં પરામર્શ કરાયો હતો.

આ વીડિયો કોન્ફરન્સ અને બેઠકમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, ડિઝાસ્ટર શાખા પ્રોગ્રામ ઓફિસર આમરીન ખાન, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા પાણી પુરવઠા અધિકારી વાય.એમ.વંકાણી, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, પશુપાલન વિભાગ ડૉક્ટર નિલેશ ભાડજા તેમજ શિક્ષણ, વન વિભાગ સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર