વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગમાં સતત 23 દિવસ રાજ્યભરના ખેલાડીઓ રમશે
રાજ્યભરની 128થી વધુ ક્રિકેટ ટીમ અને 200 વોલીબોલ ટીમો ભાગ લેશે
મોરબી: વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્રસમા વિશ્વઉમિયાધામ ખાતે આજથી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનો રંગેચંગે શુભારંભ થયો છે. સંસ્થાના યુવા સંગઠન દ્વારા આયોજિત વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું ઉદ્ધાટન સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સંત માધવપ્રિયદાસ સ્વામીજી, કથાકાર રાજેન્દ્ર શાસ્ત્રીજી એવમ્ વિશ્વઉમિયાધામના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી. પટેલના હસ્તે થયું છે.
વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગમાં રાજ્યભરમાં પાટીદાર સમાજના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના. સંસ્થાના યુવા સંગઠન આયોજિત વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગમાં ક્રિકેટની 128 અને વોલીબોલની 200થી વધુ ટીમ રમી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી હજારો ખેલાડીઓ ભાગ લઈ રમતોત્સવમાં નવો રંગ પુરશે. 23 દિવસ ચાલનારા વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગના તમામ વિજેતા ટીમોને ખુબ મોટા બહુમાન સાથે 12 ફેબ્રુઆરીએ સમાપન સમારોહનું આયોજન કરાયું છે. આ સાથે જ મહિલા ખેલાડીઓ માટે છથી વધુ રમતોનું આયોજન કરાયું છે. જેમાં ઉભી ખો,ડોઝ બોલ, રસ્સા ખેંચ, ભારત ભ્રમણ, સાતોલીયું, વોટર રિપ્લે રેસ ગેમ જેવી રમતોનું આયોજન કરાયું છે. આ સાથે જ આજે મુખ્ય સંગઠન- મહિલા સંગઠન અને યુવા સંગઠનની સમગ્ર ટીમનું સ્નેહમિલનનું પણ આયોજન કરાયું હતું. જેમાં રાજ્યભરમાંથી 2000થી વધારે સંગઠનના પદ્દાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગના શુભારંભ પ્રસંગે વાત કરતાં સંસ્થાના પ્રમુખ આર.પી પટેલ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી આવનારા 5000 હજાર ખેલાડીઓ વિશ્વઉમિયાધામ –જાસપુર, અમદાવાદના આંગણે જગત જનની મા ઉમિયાના ખોળામાં પોતાનું કૌવત બતાવશે. ક્રિકેટની 128 ટીમમાંથી દરરોજ મેન ઓફથી મેથ બનનાર 11 ખેલાડીઓને સંસ્થા રણજીત ટ્રોફીમાં રમવા માટે પ્રોત્સાહિત કરશે. વધુમાં જણાવ્યું કે અમારી યુવા સંગઠનની ટીમ દ્વારા જે આયોજન કરાયું છે તે સમગ્ર સમાજ અને લોકો માટે માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડશે.
વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગના શુભારંભ પ્રસંગે વાત કરતાં યુવા સંગઠનના ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલે જણાવ્યું કે રમતોથી યુવાનોના નવી સંગઠન શક્તિનો સંચાર થાય છે. અમારા આ આયોજનમાં રાજ્યના 5000થી વધુ પાટીદાર ખેલાડીઓ 23 દિવસ રમશે.
ટંકારા તાલુકામાં કોઈ કારણોસર સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ શકી ન હતી. જેથી આજે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ટંકારામાં ટેકાના ભાવે મગફળીની ખરીદ કેન્દ્ર નક્કી કરી મગફળીની ખરીદી શરૂ કરી હતી.
સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા સોમવારથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે કોઈ કારણસર...
ટંકારા નગરપાલિકા જાહેર થયા બાદ હવે ટુંક સમયમાં તેની ચુંટણી પણ આવવાની હોવાથી તંત્ર દ્વારા વોર્ડ રચના અને સિમાંકન બેઠકોની ફાળવણીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ટંકારા નગરપાલિકામાથી કલ્યાણપર ગામને બાકાત કરવાનો તંત્ર દ્વારા ઓડર કરવામાં આવ્યો છે અને ટંકારા નગરપાલિકામાં ૬ વોર્ડ અને ૨૪ બેઠકો રચવામાં આવી...
મોરબી: 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસના ઉપલક્ષમાં, ડાયાબિટીસ મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ નિવારણ માટે ખાસ 15 દિવસની યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના સયુંકત ઉપક્રમે શ્રી સરસ્વતી શીશુ મંદિર મોરબી ખાતે તા.14 થી શરૂ થઈ છે. જેમાં બહોળી સંખ્યામાં રજીસ્ટર...