Monday, January 20, 2025

વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરનો તૃતીય પાટોત્સવ અમદાવાદના જાસપુર મંદિર સહિત વિશ્વભરમાં ઉજવાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પાટોત્સવ પ્રસંગે અમદાવાદ, ભુજ અને ગાંધીધામાં રક્તદાન કેમ્પ યોજાયો

200 થી વધુ ભાવિ ભક્તોએ રક્તદાન કરી પાટોત્સવની ઉજવણી કરી

વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના ધામ વિશ્વઉમિયાધામના સ્મૃતિ મંદિરનો આજે તૃતીય પાટોત્સવ રંગેચંગે ઉજવાયો. 28 ફેબ્રુઆરીને 2020ના દિવસે જ્યારે વિશ્વઉમિયાધામનો શિલાન્યાસ થયો ત્યારે અમદાવાદના જાસુપરની આ પૂણ્ય ભુમિ પર સાક્ષાત જગત જનની મા ઉમિયા સ્મૃતિ મંદિરમાં બિરાજ્યા અને ત્યારથી લઈ આજ દિન સુધીમાં આજે વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરનો ત્રીજો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે.

અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વઉમિયાધામ સહિત કચ્છના ભૂજ અને ગાંધીધામ સહિતના શહેરોમાં પાટોત્સવની ઉજવણી કરાઈ હતી.પાટોત્સવ નિમિતે સવારે 9 કલાકે ધ્વજારોહણ કરાયું હતું. ધ્વજાના યજમાન તરીકે કાંતિભાઈ રામ અને પરિવારે લાભ લીધો હતો. તો તૃતીય પાટોત્સવ નિમિતે જગત જનની મા ઉમિયાને અન્નકુટ ધરાવાયો હતો. સવારે 10.15 કલાકે અન્નકુટની મહાપુજા અને આરતી કરાઈ હતી. અન્નકુટના યજમાન સંજયભાઈ પટેલ વિસલપુરવાળા અને પરિવાર લાભ લીધો હતો. તો સવારે 8 વાગ્યાથી નવચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરાયું. નવચંડી યજ્ઞના યજમાન તરીકે રજનેશભાઈ જી. પટેલ અને રંજનબેન આર. પટેલ પરિવારે લાભ પ્રાપ્ત કર્યો હતો. આ સાથે જ સાંજે 6 કલાકે મા ઉમિયાની મહાઆરતી કરાઈ હતી. અને મહાઆરતી બાદ સૌ ભક્તજનોએ મા ઉમિયાના પ્રસાદીનો લાભ લીધો હતો.

મા ઉમિયા સાક્ષાત વિશ્વઉમિયાધામની ધરતી પર બિરાજ્યા છેઃ આર.પી. પટેલ

આ અંગે વધુ વાત કરતાં વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે જગત જનની મા ઉમિયા સાક્ષાત વિશ્વઉમિયાધામની ધરતી પર બિરાજ્યા હોય ત્યારે તૃતીય પાટોત્સવની ઉજવણી ન માત્ર જાસપુર મંદિર પરંતુ વિશ્વભરના અનેક શહેરોમાં કરાઈ છે. પાટોત્સવની સાથો સાથ રક્તદાન કરી મા ઉમિયાના ભક્તોએ આ દિવસને યાદગાર બનાવ્યો છે. અમદાવાદ, ગાંધીધામ અને ભૂજ એમ ત્રણ શહેરોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં લગભગ 200થી વધુ બોટલનું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર