Sunday, September 22, 2024

વાંકાનેર નગરપાલિકાનું વિસર્જન કરવા હુકમ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 શહેરી અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપરસિડ જાહેર કરીને વિસર્જન કરવાનો હુકમ કરવામાં આવતા મોરબી નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા વાંકાનેર નગરપાલિકા ના પ્રમુખ સહિતની ચેમ્બર ને સિલ કરવામાં આવી હતી તેમજ નગરપાલિકા માં પડેલ સાહિત્ય , દસ્તાવેજ ને ઝપ્ત કરવામાં આવ્યા હતા . વધુમાં વિવાદની વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકા પદ ને લઈને જનતાને અપાતી સુવિધાઓ મુદ્દે પણ વિવાદમાં રહી છે અને લોકો ને આપવાની થતી મુળભુત સુવિધાઓ પણ આપી શકી નથી અને હુકમ માં નગરપાલિકા પ્રમુખ સહિતના કર્મચારીઓ મનસ્વી રીતે કામગીરી કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

તેમજ નગરપાલિકાને થતી આવક પણ સમયસર સરકારમાં જમા કરાવવામાં આવતી ન હતી તેમજ સામાન્ય સભા નગરપાલિકામાં કરવાને બદલે માર્કેટ ચોક માં કરવામાં આવી હતી જે નિયમો ની વિરુદ્ધ છે.વધુમાં સરકાર તરફથી વિકાસના કામ અર્થે વર્ષ ૨૦૧૩ થી અત્યાર સુધીમાં કુલ ૫૩,૯૩,૦૪,૮૯૪ ફાળવવામાં આવ્યા છે જેમાંથી ફક્ત ૧૦ ,૩૨,૪૬,૯૫૨ જેટલા રૂપિયાનો જ વિકાસનાં કામોમાં ઉપયોગ કરેલ અન્ય રકમ હજુ પણ પડતર પડેલ છે.નગરપાલિકાના પ્રમુખ દ્વારા નગરપાલિકા ના કર્મચારીઓ ને હડતાલ કરવા માટે ૨૫/૦૫ થી અચોકસ મુદતની હડતાલ માટે નગરપાલિકા નું ગ્રાઉન્ડ ફાળવી દેવામાં આવ્યું હતું જે હળતાલ ને કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ફરિયાદો ઉઠી હતી આ પ્રકાર ના અનેક મુદાઓ ટાંકીને આજે પગલે આજે નગરપાલિકા નું વિસર્જન કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ પહેલા પણ વાંકાનેર નગરપાલિકાને સુપરસિડ કરવા માટેની ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ ઘણી તક આપ્યા બાદ નગરપાલિકાનું વિસર્જન કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર