નવોદય વિદ્યાલય તથા તક્ષશિલા વિદ્યાલય, દ્વારા હર હંમેશા કંઈક નવું કરવાના હેતુથી શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના અને ભારતના ભવિષ્યને ઉજળું બનાવવાનો અનેરો પ્રયાસ
વિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવા, ટીચરને બેસ્ટ માંથી વધુ બેસ્ટ બનાવવા,ભારતના ભવિષ્યનુ વધૂ સારુ ઘડતર કરવા અને શિક્ષણની દુનિયામાં કઈંક નવુ કરવાના હેતુથી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને નવોદય વિદ્યાલય તથા તક્ષશિલા વિદ્યાલય ખાતે ટીચરો માટે બે દિવસીય *TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપ નુ આયોજન સંપન્ન થયું.
TTW -ટીચર ટ્રેનીંગ વર્કશોપને ,લાયન્સ ક્લબના પ્રમુખ લા.ત્રિભોવનભાઈ ફુલતરીયા, રિજીયન ચેરપર્સન PMJF લા.રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજા, ખજાનચી લા.નાનજીભાઈ મોરડિયા ,લાયન્સ ક્વેસ્ટ પ્રોજેકટ ચેરમેન લાયન દીપકભાઈ દેત્રોજા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ના પ્રમુખશ્રી મનોજભાઇ ઓગણજા , જિલ્લા RSS કાર્યવાહ શ્રી હરેશભાઈ બોપલિયા,નિયામક શ્રી શિશુ મંદિર સુનિલભાઈ પરમાર તેમજ નવોદય વિદ્યાલય ના પ્રમુખશ્રી બિપિનભાઈ કાંજીયા,ટ્રસ્ટી શ્રી પરસોતંભાઈ કૈલા તથા તક્ષશિલા વિદ્યાલયના પ્રમુખશ્રી વાસુદેવભાઈ જેઠલોજા, આચાર્યશ્રી રમેશભાઈ કૈલા, ટ્રસ્ટી શ્રી ભરતભાઇ ચાપાણી તેમજ સર્વે લાયન સભ્ય મિત્રો અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ટીચર ટ્રેનિંગ વર્કશોપ ખુલ્લો મુકવામાં આવ્યો
લાયન્સ ક્લબ ઇન્ટરનેશન દ્વારા પ્રમાણિત ઇન્ટરનેશનલ ટ્રેનર રેખાબેન શાહ દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ માં જોડાયેલ ટીચરોને ઇન્ટરનૅશનલ લેવલની ટ્રેનિંગ આપવામાં અવી.
ટ્રેનિંગમા જોડાયેલા ૩૦ જેટલા શિક્ષકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા.