Monday, September 23, 2024

રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દ્વારા હળવદ દુર્ઘટનામાં તટસ્થ તપાસ ની માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા દ્વારા હળવદમાં સર્જાયેલી દુર્ઘટનામાં દોષિતો સામે તટસ્થ તપાસ કરી કસુરવાનોને કડક સજા કરી સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવાની માંગ કરવામાં આવી છે

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે હળવદમાં સાગર સોલ્ટ કારખાનામાં મજુરી કરતા ૧૨ શ્રમિકોના દુખદ મોત થયા છે જે દુર્ઘટનામાં એક પરિવારના છ સ્વજનો ગુમાવ્યા હોવાથી અસહ્ય દુખ થાય સાગર સોલ્ટની દુર્ઘટના પહેલા પણ એક વખતે અકસ્માતનો બનાવ બનેલ એટલું જ નહિ પણ લાંબી અને મોટી દીવાલ હોવા છતાં કોઈ જગ્યાએ આરસીસી કામ કરાવેલ નથી અને દીવાલ બાંધકામમાં પણ નિયત પ્રમાણમાં રેતી, સિમેન્ટ કે અન્ય માલસામાન નહિ વાપરવામાં આવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે જેથી દુર્ઘટના સર્જાઈ હતી જેથી બનાવ મામલે તટસ્થ તપાસ થાય તેમ કરાવવા અને કસુરવાન સામે કડકમાં કડક સજા થાય અને સમાજમાં એક દાખલો બેસે તેવી સજા કરવી જરૂરી છે જેથી તટસ્થ અને ન્યાયિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે

રવિ પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર