Monday, November 11, 2024

રવીવારે મોરબીમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં વિવિધ 42 કેન્દ્ર પર 13496 પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા.

રાજ્યમાં ગત 13મી ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાનારી અને બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા મોકૂફ રખાયા બાદ આ અંગે નવી જાહેરાત કરવામાં આવી છે. આગામી તારીખ 24 એપ્રિલના રોજ રાજ્યભરમાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 ની ભરતીની લેખિત પરીક્ષા યોજાનાર છે. ત્યારે આ પરીક્ષામાં મોરબી જિલ્લામાં વિવિધ 42 કેન્દ્ર પર 13496 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધીનો રહેશે

મોરબીમાં 19 કેન્દ્રના 216 બ્લોકમાં 6480 પરીક્ષાર્થીઓ, ટંકારામાં 8 કેન્દ્રના 82 બ્લોકમાં 2460 પરીક્ષાર્થીઓ અને હળવદના 15 કેન્દ્રના 152 બ્લોકમાં 4556 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે.પરીક્ષાના આયોજન માટે દરેક કેન્દ્ર પર ગૌણ સેવા પસંદગી મંડળના એક પ્રતિનિધિ અને એક તકેદારી અધિકારી હશે જ્યારે બ્લોક મુજબ એક એક સુપરવાઈઝર મૂકેલા રહેશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર