મોરબીના રવાપર રોડ પર અનુપમ સોસાયટીમાં રહેતા વૃધ્ધા રવાપર ગામના તળાવમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર અનુપમ સોસાયટીમાં રહેતા મંજુલાબેન ધીરજલાલ ફૂલતરીયા (ઉ.૭૭) એ ગત તા.૦૪ ના રોજ રવાપર ગામના તળાવમાં કોઈ કારણોસર ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે