લાખો વિધ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડાં કરતી આ ભાજપ સરકાર ના પેપર કાંડ ને ઉજાગર કરતા વિધ્યાર્થી નેતા યુવરાજસિંહજી વિરુદ્ધ ખોટાં કેસમાં જેલમાં પૂરી દેવા બાબતે કલેકટરને આવેદનપત્ર આપ્યુ
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામ અને મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલાની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજ રોજ આવેદનપત્ર આપી અને યુવરાજસીહ ના સમર્થનમાં ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા, જેમાં મોરબી જિલ્લા ટીમમાંથી મોરબી જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાધેલા, મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા તથા મોરબી તાલુકા ટીમ માથી મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયા તથા મોરબી શહેર યુવા ટીમ માથી મોરબી શહેર યુવા ઉપપ્રમુખ વિશ્વજીતસીહ જાડેજા, મોરબી શહેર યુવા ઉપપ્રમુખ કિશનભાઈ ઠક્કર, વિશ્વાસભાઈ મોરબી શહેર યુવા મંત્રી હાજર રહ્યા હતા.
પોલીસ કેમ આ દિશામા કોઈ તપાસ કરતી નથી તેવા ઉઠતા સવાલ
છેલ્લા થોડા સમયથી મોરબી જિલ્લામા પેટકોક નામના કોલસાની ચોરીનું કૌભાંડ અને હલકી ગુણવતા વાળો કોલસો સારી ગુણવતા વાળા સાથે ભેળસેળ થતી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ક્ર્મશ: smc અને જિલ્લા એલ.સી.બી.એ રેડ પાડી હતી પરંતુ મહત્વનું એ છે...
મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીમાં મોરબી જિલ્લામાં આવેલ હળવદ નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, વાંકાનેર નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, માળીયા(મીં.) નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર તેમજ ૨- ચંદ્રપુર તાલુકા પંચાયત મતદાર વિભાગ (વાંકાનેર) અને ૧૨-સરવડ તાલુકા પંચાયત મતદાર વિભાગ (માળીયા મીં.)માં સમાવિષ્ટ થતા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય...