મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ મેળવતા સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક
મોરબી : દર વર્ષે મોરારીબાપુના હસ્તે તલગાજરડા ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો એટલે કે દરેક જિલ્લામાંથી એક શિક્ષકને ચિત્રકુટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે જેમાં વર્ષ 2020/2021 માટે મોરબી તાલુકાના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણિયાને તા.11/05/2022 ના રોજ તલગાજરડા ખાતે મોરારીબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે 25000 રૂપિયાની રકમનો ચેક પુરસ્કાર રૂપે વિજયભાઈને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યુ હતું. આ અગાઉ પણ વિજયભાઈને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, રાષ્ટ્રીય એવોર્ડ મંથન ગ્રુપ મારફત, લાયન્સ કલબ મોરબી, એસ.એમ.સી. અને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માન મળેલ છે.
વિજયભાઈએ બાળકોના વિકાસ માટે અત્યાર સુધી 800 જેટલી વિવિધતા સભર પ્રવૃત્તિઓ કરાવી છે. શિક્ષણના અન્ય ક્ષેત્રોમાં પણ એટલું જ મહત્વનું કામ કર્યું છે. વિવિધતા સભર પ્રવૃત્તિઓ, રાજયકક્ષાએ ઈનોવેશનો કરવા, સંશોધન કરવા, શિક્ષણને લગતા લેખો પ્રકાશિત કરવા જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવી છે. વિજયભાઈની પ્રવૃત્તિઓ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય થઈ છે. રીશેષમા પણ બાળકોને કંઈક નવું કરાવતા રહે છે આવી કામગીરી બદલ તેમને આ સન્માન પ્રાપ્ત થયું છે.