Sunday, September 22, 2024

મોરબીમાંથી ટીવીએસ મોપેડ ચોરતી ટોળકી ઝડપાઈ : 23 ચોરાયેલ મોપેડ કબ્જે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં વાહનચોરીના બનાવો ખુબ વધ્યા છે અને વાહનચોરી કરતા તસ્કરોએ પંથકમાં તરખાટ મચાવ્યો છે ત્યારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી સાથે સાથે બાતમદારોને પણ આ અંગે નજર રાખવા એલર્ટ કરવામાં આવ્યા હતા તે દરમિયાન મોરબી રાજકોટમાંથી ટીવીએસ મોપેડ ચોરી કરતી ગેંગના પાંચ શખ્સોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડીને 23 ચોરાઉ મોપેડ કબ્જે કર્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ રાણા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોરબીની નાની કેનાલ પાસે નંબર પ્લેટ વગરના મોપેડ લઈને 2 શખ્સ ફરતા હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન મોપેડ ચાલકને રોકાવી પૂછપરછ કરતા એકે પોતાનું નામ બલુભાઈ દેવજી વરૈયા અને રાજકોટના ભાવનગર રોડ વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું તો બીજા વ્યક્તિનું નામ ડાયાભાઈ અમરશીભાઈ વડેચા અને કચ્છ જીલ્લાના આદિપુર ખાતે અંજાર રોડ પર રહેતો હોવાનું જણાવ્યું હતું જોકે તેની પાસે મોપેડના કોઈ કાગળ ન હોવાથી અને મોપેડ અંગે યોગ્ય માહિતી ન આપતા પોલીસે પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી તપાસ કરતા બાઈક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું જે બાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા મોરબીના શાકમાર્કેટ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા બંને શખ્સોએ બીજા આરોપીઓ સાથે મળીને એક બે નહીં પણ 23 જેટલા ટીવીએસ મોપેડની ચોરી કર્યાની કબૂલાત આપી હતી તેમજ આરોપીઓએ ચોરી કરેલ મોપેડમાંથી 11 મોપેડ નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ નજીક બાવળની જાળીમાં ફેંકી દીધા હતા તો 7 જેટલા મોપેડ ગાંધીધામના રહેણાંક મકાનમાં છુપાવ્યા હતા જ્યારે 3 મોપેડ વેચી માર્યા હતા. પોલીસે આ મોપેડ ચોરી કરતા બાલુ દેવજી વારૈયા, ડાયા અમરશી વડેચા, રમેશ ચતુર પટ્ટણી, દેવજી રમેશ કુંવરિયા અને કાંતિ બાબુ વડેચાને ઝડપી પાડીને રૂ. 5,75,000 ની કિંમતના કુલ 23 ટીવીએસ મોપેડ કબ્જે કરીને પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર