Sunday, September 22, 2024

મોરબીમાં હડતાલ પર ઉતરેલા 42 વીસીઇને ટીડીઓ દ્વારા છુટા કરી દેવાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: રાજ્યમાં વીસીઈ કર્મચારીની હડતાલ ચાલુ છે ત્યારે મોરબીના વીસીઇ કર્મચારીઓ પણ તે હડતાલમાં જોડાયેલા હોય અને લાંબા સમયથી હડતાલ ચાલુ રહેતા ગ્રામ પંચાયતમાં કોઈપણ જાતની કામગીરી થતી ન હોવાથી લોકોને પડતી મુશ્કેલીને ધ્યાને લઈને સરકારના આદેશને પગલે ટીડીઓએ સખત વલણ અપનાવીને મોરબી તાલુકાના હડતાલ પર ઉતરેલા ૪૨ વીસીઈને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયના કારણે વીસીઇને છુટા કરતા વીસીઈઓમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં પંચાયત વિભાગમાં ફરજ બજાવતા વીસીઈ કર્મચારીઓ ૮ સપ્ટેમ્બરેથી હડતાલ પર ઉતરેલા છે. જેની સાથે મોરબી તાલુકાની ગ્રામ પંચાયતમાં વિવિધ કામગીરી માટે કોમ્યુટર ઓપરેટર તરીકે કાર્ય કરતા વીસીઇ કર્મચારીઓએ પણ કાયમી કરવા, વેતન વધારા સહિતના પડતર પ્રશ્ને બાબતે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા હતા. એક તરફ વીસીઈ કર્મચારીઓ પોતાની માંગને લઈને અડગ હોય અને બીજી તરફ સરકારે પણ નમતું મુકવા તૈયાર ન હોય ત્યારે આ હડતાલ લાંબી ચાલવાથી ગ્રામ પંચાયતમાં તમામ કામગીરી ઠપ થઈ ગય હતી અને લાંબો સમયથી વીસીઈની હડતાલ ને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાથી આ બાબતે કોઈ સમાધાન કરવા સરકાર તૈયાર ન હોય અને સ્ટ્રીટ વલણ અપનાવીને હડતાળ ઉપર ઉતરેલા વીસીઈ કર્મચારીઓને છુટા કરવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. જેના ભાગરૂપે મોરબી તાલુકાના હડતાલ ઉપર ઉતરેલા ૪૨ જેટલા વીસીઇ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી દેવાનો આદેશ આપ્યો હતો અને તલાટીને વીસીઈની નવી ભરતી કરવાની જાણ કરી છે. સરકારના આ નિર્ણયથી વીસીઈ સંગઠનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ છુટા કરવાનો નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો ૧૭મીએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર