Friday, September 20, 2024

મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ ની માંગણી સાથે આપે આપ્યું કલેક્ટરને આવેદન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઠરાવ અંગે ફેરવિચારણા કરવા નહીં આવે તો રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી

મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ રદ્દ કરી તાપીને ફાળવી દેવાતા અન્ય રાજકીય પક્ષો તેમજ સામાજિક સંગઠનો દ્વારા વિરોધના સૂર સામે આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં મેડિકલ કોલેજ ફાળવવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.રદ થયેલા ઠરાવ અંગે ફરી વિચારણા કરવામાં આવે અન્યથા આમ આદમી પાર્ટી મોરબી જન આંદોલન કરશે.જરૂર પડ્યે રસ્તાઓ પર પણ ઉતરવાની ચીમકી આપી છે.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તથા મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા,મોરબી જિલ્લા કિશાન સંગઠન પ્રમુખ પ્રફુલભાઈ હોથી,મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા,મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતિયા,મોરબી શહેર યુવા પ્રમુખ ભવદીપ સિંહ ઝાલા તથા અન્ય કાર્યકરોની હાજરીમાં મોરબી જિલ્લા કલેકટરને મોરબીને થયેલા અન્યાય કે જે મોરબીને મળેલ સરકારી મેડિકલ કોલેજનો ઠરાવ રદ કરી પ્રાઇવેટ મેડિકલ કોલેજ આપવાનો ઠરાવ મંજુર કરેલ છે.તેના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર