મોરબી: 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રવાપર ઉપનગરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મશાલ રેલી સંસ્કાર સીટી માધવ રાત્રી શાખાના મેદાનથી લઈને રવાપર ગામ, ચિત્રકૂટ સોસાયટી, લક્ષ્મીનગર, સદગુરુ સોસાયટી, ક્રિષ્ના સ્કૂલ સહિતના વિસ્તારોમાંથી પસાર થય હતી. રેલીમાં બાલ ,શિશુ, તરુણ તેમજ બહેનો સહિત બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. બધા બાળકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી રેલીમાં જોડાયા હતા.
આ તકે સ્વયંસેવક સંઘ દ્વારા યાદીમાં જણાવાયું હતું કે, આપણે રોજ સંસ્કાર સીટી માં 8:30 થી 9:30 માધવ રાત્રી શાખા લાગે છે તે સિવાય રવાપર રેસિડેન્સી સામે ધર્મ ભક્તિ સોસાયટીમાં પણ કેશવ રાત્રી શાખા લાગે છે તો આપ સૌ તમારા છોકરાઓ ને ત્યાં શાખા માં રોજ મોકલી શકો છો જેથી કરીને એમણે થોડું હિન્દુત્વ વિશે ખબર પડે અને એનામાં થોડા ગુણ અને સંસ્કારનું સિંચન થાય.