Saturday, September 28, 2024

મોરબીમાં રોડ છ મહિનામાં તુટી જતા હ્યુમન રાઈટ કમિશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નગર પાલિકા દ્વારા ઉમિયા સર્કલથી રવાપર ચોકડી સુધીના કેનાલની બીજી બાજુ બનાવવામાં આવેલ રોડ છ માસ કરતા પણ ઓછા સમયમાં તૂટી જતા ભ્રષ્ટાચાર સામે પગલા ભરવા અને તાકીદે રોડ રીપેર કરવા રાજ્યના મુખ્યમંત્રીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવા દ્વારા રજુઆત કરવામાં આવી છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરવામાં આવી છે કે, મોરબી નગર પાલિકા દ્વારા કરોડોના ખર્ચે ઉમિયા સર્કલથી રવાપર ચોકડી સુધીના અને તેનાથી આગળ સુધી સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવામાં આવેલ છે. આ રોડ જયારે બની રહયો હતો ત્યારે પણ સંસ્થા દ્વારા કામની ગુણવતા નબળી થતી હોવા બાબતે રજૂઆત કરેલ હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ જાત નું ધ્યાન આપવામાં આવેલ ન હતું.

આ રોડ બન્યા ને હજુ છ માસ જેવો પણ સમય થયેલ ના હોવા છતાં આ રોડ તુટવાની શરૂઆત થઇ ચુકી છે. ભીમાણી પ્રોવોઝન સ્ટોરની બાજુ માં તેમજ અન્ય જગ્યાએ રોડ તૂટવાની શરુઆત થઇ ગયેલ છે. જો પ્રજાના ટેક્ષના પૈસાનો આવો દુર ઉપયોગ થઇ રહ્યો હોય અને તંત્ર દ્વારા આવી બેદરકારી રાખે તે કેટલું વ્યાજબી છે. તો આ માટે જે તે જવાબદારો સામે યોગ્ય કાયદેસર ની કાર્યવાહી કરી પગલા લેવા, તેમજ તુટલો રોડ તાત્કાલિક રીપેર કરવા માટે માંગ કરી જો તાકીદે રીપેરીંગ કામગીરી કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવામાં આવશે તેવું જણાવાયું હતુ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર