Friday, November 22, 2024

મોરબીમાં મુસાફરને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ૧.૦૯ લાખની ચોરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મુસાફરના ખિસ્સામાં રહેલ ૧.૦૯ લાખની રકમ ચોરી રિક્ષાચાલક સહીત ચાર સામે પોલીસ ફરિયાદ

ધોળે દિવસે રીક્ષામાં બેસતા મુસાફરની નજર ચૂકવી રોકડ સેરવી લેતી ટોળકી સક્રિય બની છે જેમાં આજે જુના બસ સ્ટેન્ડથી રીક્ષામાં બેસેલ એક વેપારીના ખિસ્સામાંથી ઠગ ટોળકીએ ૧.૦૯ લાખની રોકડ રકમ સેરવી લીધી હતી જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી અને હાલ શનાળા ભક્તિનગર સર્કલ પાસે મરચા દળવાની ચકી ચલાવતા અબ્બાસ દાઉદ જરગેરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને ચુડા ખાતે માર્ચના વેપાર માટે જવાનું હોવાથી સંબંધી પાસેથી રૂ ૧,૦૯ લાખ ઉછીના લઈને તેઓ નીકળ્યા હતા અને મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે બસનું પૂછતાં લીંબડી જવાની બસ નીકળી ગઈ હોવાથી ત્રાજપર ચોકડી જવા માટે જુના બસ સ્ટેન્ડ બહાર એક સીએનજી રીક્ષા હોય તેમાં બેઠા હતા જે રીક્ષા જીજે ૩ એએક્સ ૭૪૪૪ માં બેસેલ ત્યારે તેનું પાકીટ ઝબ્બામાં હતા અને રીક્ષામાં બે સ્ત્રી અને એક પુરુષ પણ બેઠા હતા બાદમાં  પુનમ કેસેટ પાસે પહોંચતા રીક્ષા ડ્રાઈવર દ્વારા અમારે આગળ જવું નથી, રીક્ષામાં ગરદી થાય છે કહીને તમે અહી ઉતરી જાઓ કહી ભાડું લીધા વિના જ ફરિયાદી અબ્બાસભાઈને ઉતારી દીધા હતા.

જેથી ફરિયાદીએ પોતાના ઝબ્બાના ખિસ્સામાં ચેક કરતા રોકડ રૂ ૧,૦૯,૦૦૦ હતા તે ચોરી થયાનુ જણાઈ આવતા પોલીસ મથકમાં જાણ કરી હતી અને રીક્ષામાં બેસેલ રીક્ષાના ડ્રાઈવર, બે સ્ત્રી અને એક પુરુષે નજર ચૂકવી રોકડ રૂ ૧.૦૯ લાખ સેરવી લઈને ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે રિક્ષાચાલક, બે સ્ત્રી અને અજાણ્યા પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર