Sunday, November 24, 2024

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિન નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તારીખ 23 થી 27 સુધી વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રકથા નું આયોજન

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા 23 માર્ચે શહિદ દિન ની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં દેશભક્તિ નેં ઉજાગર કરતી રાષ્ટ્રીય કથાનું આયોજન પણ કરવામાં આવેલ છે આ કથાનાં વક્તા અંજલીબેન આર્ય છે તો આ કથામાં લાભ લેવા નગરજનોને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવેલ છે

1931ની માર્ચ 23 નાં રોજ દેશની આઝાદી માટે લડતા ક્રાંતિકારી યુવાઓ શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ને ફાંસી આપવામાં આવી હતી એટલે દેશભર માં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિવસ ની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા: 23થી27 સુધી શહેરના જુદા જુદા સ્થળ ઉપર શહિદો ની સ્મૃતિમાં રાષ્ટ્રકથા નું રસપાન કરાવામાં આવશે 23તારીખે સાંજે જીઆઇડીસી થી રત્નકલાના મેદાન સુધી અમર જવાન સ્મૃતિ રેલી યોજાવાની હોય લોકોને આ રેલીમાં જોડાવાનું આહવાન કરવામાં આવેલ છે તેમજ રાસ્તે કથા તારીખ 23 ના રોજ ગ્રીનસીટી રામકો બંગલો ખાતે ૨૪ના રોજ કાશી વિશ્વનાથ મંદિર અલાપ રોડ ૨૫ના રોજ સોમનાથ સોસાયટી સાર્વજનિક પ્લોટમાં ૨૬ના રોજ પંચાસર રોડ રાજનગર મહાદેવ પાસે અને 27 ના રોજ સુભાષનગર ગરબી ચોક ખાતે રાષ્ટ્ર ભક્તિ માં તરબોળ કરતી રાષ્ટ્રકથા નું અંજલીબેન આર્ય દ્વારા રસપાન કરાવવામાં આવશે તો આ કથાનો લાભ લેવા તમામ નગરજનોને માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર