Monday, September 23, 2024

મોરબીમાં પ્લાન વગરની મિલ્કતોના દસ્તાવેજની નોંધણી શરૂ થતાં નગરપાલિકના ચીફ ઓફિસરે મોરબી સબરજીસ્ટારને નોટિસ ફટકારી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તાર માટે ઓનલાઈન ડેવલોપમેન્ટ સીસ્ટમ ૨.૦ દ્વારા કોઈપણ બાંધકામ સબબ માત્ર ઓનલાઈન માધ્યમ IFP/ઈ-નગરથી મંજુરી આપવા અંગેની પ્રર્વતમાન સૂચનાઓ વર્ષ-૨૦૧૭ થી અમલીકૃત કરવામાં આવેલ છે. જેની અમલવારી મોરબી નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે તથા તમામ વિકાસ પરવાનગીઓ ઓ.ડી.પી.એસ.-૨.૦ હેઠળ નોંધાયેલ રજીસ્ટર્ડ એન્જીનીયરો દ્વારા મુકવામાં આવે છે.

જે અન્વયે કોઈપણ વિકાસ પરવાનગીની ફાઈલો નગરપાલિકાના આવક જાવક વિભાગ ખાતે સ્વીકારમાં આવતી નથી, પરંતુ અત્રેની કચેરીની જાણકારી મુજબ મોરબી સબ રજીસ્ટ્રાર કચેરી દ્વારા નગરપાલિકાના આવક વિભાગે આવક રજીસ્ટરથી નોંધણી થયેલ હોઈ તેવા સિક્કા ધરાવતી ફાઈલોને રજુ થયેલ નકશાઓ મુજબ બાંધકામ પરવાનગી મળેલ છે તેવું માની સીધે-સીધા ફલેટ, મકાન તથા અન્ય મિલ્કતોના દસ્તાવેજની નોંધણી કરવાની કાર્યપધ્ધતી અપનાવવામાં આવેલ છે. અને જેને પરિણામે નગરપાલિકામાંથી બાંધકામ મંજુરી ન મેળવી કચેરીને બાંધકામના ચાર્જ પેટે અંદાજીત રૂ.-૨૦૦/- પ્રતિ સ્કવેર મીટર નુકશાન આ પ્રકારની ગેરકાયદેસરની નોંધણીથી થઇ રહેલ છે.

વધુમાં સરકારી કાગળો સાથે આ પ્રકારે ચેડા કરી, અનઅધિકૃત આધારો ઉભા કરી, દસ્તાવેજોની જે નોંધણી કરવામાં આવે છે તેના પરિણામે શહેરી વિસ્તારમાં સી.ડી.જી.સી.આર.નું પાલન કરવામાં આવતું નથી અને પાર્કિંગ માર્જીનના નીયમોના અપાલનના કારણે આવશ્યક સુવિધાઓ ઉભી કરવામાં અને ટ્રાફિક સમસ્યા નિવારવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત આવા અનઅધિકૃત આધારોથી વેચાણ થયેલ મીલ્કતો, ઈમારતોને પી.જી.વી.સી.એલ. કચેરી તરફથી તથા ગુજરાત ગેસ તરફથી આવશ્યક સેવાઓ કમ્પ્સીસન શર્ટીફિકેટ, બિલ્ડીંગ યુઝ પરમીશન અને કાયર એન.ઓ.સી.ની ચકાસણી કર્યા વિના આપવામાં આવે છે, જે બાબત મોરબી શહેરનો સમાવેશ ભૂકંપ ઝોન-૩માં થવા પરત્વે જાન-માલ માટે જોખમરૂપ હોવાનું જણાય છે.

જેથી સબ રજીસ્ટ્રાર કચેરીને નગરપાલિકા વિસ્તારમાં નોંધવામાં આવતા તમામ દસ્તાવેજમાં બાંધકામ અંગેની તમામ નોંધણીઓમાં નગરપાલિકા કચેરી તરફથી ઓ.ડી.પી.એસ. ૨.૦ હેઠળ ઓનલાઈન બાંધકામ પરવાનગી સંદર્ભે પરમીશન મળ્યેથી ઉપલબ્ધ થતું “ડી-ફોર્મ” અને કમ્પ્લીશન સર્ટી, બિલ્ડીંગ યુઝ પરમીશન અને ફાયર એન.ઓ.સી.ની ચકાસણી કરવામાં આવે અને નામદાર ગુજરાત હાઇકોર્ટના કેસ નં.- PIL-૧૧૮/૨૦૨૦ થી મળેલ તમામ નિર્દેશોનું પાલન થઇ શકે તેવી સૂચનાઓ અપાઈ જવા આગ્રહ પૂર્ણ રજુઆત કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર