Sunday, September 29, 2024

મોરબીમાં પઠાણી ઉઘરાણી કરનાર વધું એક વ્યાજખોર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ એટલો વધી રહ્યો છે કે માણસ આપઘાત કરવા મજબુર બની રહ્યો છે ત્યારે મોરબીમાં વધું એક વ્યાજખોર બળજબરીથી ધાકધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી રૂપિયા કઢવવા ધમકી આપતા હોવાની ભોગ બનનાર યુવાને વ્યાજખોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મુળ રહે મોરબીના રામગઢ કોયલી હાલ કન્યા છાત્રાલય રોડ કુંજ સોસાયટી ૦૧ મોરબીમાં રહેતા રૂપેશભાઈ હરજીવનભાઈ રાણીપા (ઉ.વ.૩૦) એ આરોપી વિશાલભાઈ બચુભાઈ ગોગરા રહે. કોયલી તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૨૦ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન ફરીયાદીએ કોરોના સમયગાળા દરમ્યાન અલગ અલગ સમયે આરોપી પાસેથી રૂપીયા- ૧,૫૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જે વ્યાજે લીધેલ રૂપીયાનુ ઉંચુ વ્યાજ તથા મુળ રકમ સહીત કુલ રૂપીયા- ૫,૬૦,૦૦૦/- ચુકતે કરી દીધેલ હોવા છતાં આ કામના આરોપીએ ફરીયાદી પાસે બળજબરીથી વધુ રકમ મેળવવા સારૂ પઠાણી ઉઘરાણી કરી ફરીયાદી ના ઘરે જઇ તથા અવાર નવાર ફોન ઉપર તેમજ રૂબરૂમાં ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર રૂપેશભાઈ એ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ- ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨),૫૦૭ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતનો અધિનિયમ ૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર