મોરબીમાં દલવાડી ચોકડી નજીક એક્ટીવા પગમાં અડી જતા યુવાન પર બે શખ્સોનો ધોકા, પાઈપ વડે હુમલો
મોરબી: મોરબીમાં દલવાડી સર્કલ પાછળ પચ્ચીસ વારીયા કામધેનુ પાર્ટી પ્લોટમાં એક્ટીવા મોટરસાયકલ પોતાના ઘર પાસે રાખવા જતા પગ સાથે અડી જતા યુવાન ઉપર બે શખ્સોએ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હોવાની ભોગ બનનારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં દલવાડી સર્કલ પાછળ પચ્ચીસ વારીયા કામધેનુ પાર્ટી પ્લોટમાં રહેતા સલીમભાઈ ઉર્ફે ડેની હાજીભાઈ સુમરા (ઉ.વ.૩૫) એ આરોપી ઈકબાલ ઉર્ફે ચીની તથા આદીલ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૬-૧૦-૨૦૨૨ ના રોજ બપોરના બેએક વાગ્યાના અરશામા ફરીયાદી પોતાનુ એક્ટીવા મોટરસાયકલ પોતાના ઘર પાસે રાખવા જતા આરોપી ઇકબાલ ઉર્ફે ચીનીના પગ સાથે અડી જતા આરોપી ઇકબાલએ ફરીયાદીને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી તથા આરોપી ઈકબાલ તથા આદીલએ ફરીયાદીને જેમફાવે તેમ ઢીકાપાટુનો મુંઢમાર મારી આરોપી ઈકબાલએ લાકડાના ધોકા વતી ફરીયાદીના માથાના પાછળના ભાગે એક ઘા મારી પછાડી દઈ લોહિયાળ ઈજા કરી તથા આરોપી આદીલએ ફરીયાદીને લોખંડની પાઈપ વતી ડાબા પગના નળા ઉપર એક ઘા મારી તથા ડાબા પગના પંજાના સાંઘા પાસે એક ઘા મારી ફેક્ચર કરી બંને આરોપીએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાન સલીમભાઈએ બંને આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ-૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
