Tuesday, September 24, 2024

મોરબીમાં છાત્રો માટે કારકિર્દી સેમીનાર અને તેજસ્વી છાત્રોનો સન્માન સેમિનાર યોજાયો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારે વિવિધ પહેલ અને યોજનાઓ થકી શિક્ષણક્ષેત્રે આગવી સિદ્ધિઓ હાંસલ કરી છે. વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર માટે પણ વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં હાલ ગુજરાત સરકાર દ્વારા ‘નવી દિશા નવું ફલક’ કાર્યક્રમ હેઠળ રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અન્વયે મોરબી ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબીમાં વી.સી. હાઇસ્કુલ ખાતે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, માણસમાં જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે પ્રગતિના તમામ પંથ ખુલી જાય છે. વિદ્યાર્થીઓ ઘણીવાર કારકિર્દી અંગેના માર્ગદર્શનના અભાવના કારણે માર્ગ ભટકી જાય છે ત્યારે આ પ્રકારના કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તેમના માટે ખરેખર રાહચિંધનારનું કામ કરે છે. વધુમાં શિક્ષણને જ્ઞાનુકુંજ ગણાવી શિક્ષણક્ષેત્રે થયેલી સરકારની કામગીરીને બિરદાવી હતી.

કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા, ડીડીઓ પી.જે.ભગદેવ, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકી,સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ હાજર રહી ધો.10, 12 પછી કઈ દિશામાં કારકિર્દી બનાવવી ? અને વિદ્યાર્થીઓની રસ રુચિ તેમજ માતાપિતાના સ્વપ્ન અને કઈ ફેકલ્ટીમાં એડમિશન લેવું તે સહિતના વિદ્યાર્થીઓને કારકિર્દી વિષયક મુંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથેસાથે બોર્ડની પરીક્ષામાં એવન ગ્રેડ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. જ્યારે આગામી સમયમાં મોરબી જિલ્લાના અન્ય ચારેય તાલુકામાં આ પ્રકારનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર