મોરબીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં ચેટીચાંદ નિમિત્તે તારીખ 2 /4 /2022 ના રોજ સિંધુભવન સ્ટેશન રોડ ખાતે જુલેલાલ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે 8 કલાકે ધ્વજારોહણ 11:00 આરતી 12:30 કલાકે મહાપ્રસાદ સાંજે 04:30 એ શોભાયાત્રા અને રાત્રે 7:30 એ નેહરુ નગર ગેટ પાસે સંધ્યા આરતી સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે તો આ તકે સર્વે સિંધી સમાજના ભાઈઓને બહોળી સંખ્યામાં ચેટીચાંદના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઝુલેલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના ઘુંટું ગામના અગ્રણી વિનોદભાઈ કૈલા દ્વારા તેમના પુત્ર યશના ૧૫માં જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી.
આ તકે યશ કૈલા, જાદવજીભાઈ કૈલા (દાદા), અનસોયાબેન...