Friday, September 20, 2024

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપી ને ડબલ રકમ નાં દંડ સાથે એક વર્ષ ની સજા ફટકારી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની સિરામિક ફેક્ટરીમાંથી ટાઈલ્સનો માલ લીધાના બદલામાં આપેલ ચેક રીટર્ન થયો હતો જેથી ચેક રીટર્ન અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ડબલ રકમના દંડ સાથે એક વર્ષની સજા ફટકારી છે.

મોરબીના પીપળી ગામના રહીશ દિલીપભાઈ ધરમશીભાઈ જેઠલોજા ડી. મિનરલ વાળાએ વર્ષ ૨૦૧૮ માં સેઝ વિટ્રીફાઈડ પ્રા લી માંથી ટાઈલ્સનો માલ ખરીદ કરેલ અને માલની લેણી રકમ પૈકીનો રૂ ૫ લાખનો ચેક સેઝ વિટ્રીફાઈડને આપ્યો હતો જે ચેક વણચુકવ્યે પરત થતા સેઝ વિટ્રીફાઈડ પ્રા લી ના ડાયરેક્ટર પાર્થ મણીલાલ ગડારાએ ધ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે ફરિયાદ મોરબીના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરી હતી

જે કેસ ચાલી જતા મોરીબના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એ.એન. વોરા સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા અને ચેકની બમણી રકમ રૂ ૧૦ લાખનો દંડ અને દંડની રકમ ચુકવવામાં કસુર થયેથી બીજા ૯૦ દિવસની કેદની સજા ફટકારી છે સાથે જ દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની રકમ અને રકમ પર ૯ ટકા વ્યાજ ચુકવવા આદેશ કર્યો છે જે કેસમાં ફરિયાદ પક્ષે વકીલ સી ડી પડસુંબીયા અને મુનીર ઘોણીયા રોકાયેલ હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર