શ્રી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ મયુર ડેરી દ્વારા મોરબીમાં નવનિર્મિત સેન્ટરનું ઉદ્ઘાટન સમારંભ તારીખ 2022 ને શનિવારના રોજ સવારે 10:30 કલાકે યોજાશે

નવનિર્મિત ચિલીંગ સેન્ટરનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવશે જે પ્રસંગે રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઈ કુંડારિયા, જયેશભાઈ રાદડિયા અને ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા ઉપસ્થિત રહેશે તેમ મયુર ડેરીના ચેર પર્સન હંસાબેન મગનભાઈ વડાવીયા અને ઇન્ચાર્જ મેનેજીંગ ડીરેક્ટર સુમિતકુમારની યાદી જણાવે છે
