મોરબીમાં કારખાનાના કોન્ટ્રાકટરનું યુવતી સહિત ત્રણ શખ્સોએ અપહરણ કરી માર માર્યો
મોરબી: મોરબીના લાતીપ્લોટમાં આવેલ કારખાનામાં કામ કરતી સગીરાને બહાર ખરીદી માટે લઇ જવા મુદે કોન્ટ્રાકટરે સ્થળ પર જઈને ઠપકો આપતા મહિલાએ અન્ય બે ઇસમોને બોલાવ્યા હતા જેને માર મારી યુવાનનું અપહરણ કર્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર હિતેશ રામાવત દ્વારા આરોપી મહિલા સહિત ત્રણ ઈસમો વિરૂદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર રહેતા હિતેશભાઈ બાબુલાલ રામાવત (ઉ.વ.૩૬) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે લાતીપ્લોટ ૫-૬ માં આવેલ સુર્યા પ્લાસ્ટિક કારખાનામાં લેબર કોન્ટ્રાકટર હોય આજે તે કારખાને હોય અને પીપળી ગામે વેપાર અર્થે ગયા હતા જ્યાંથી પરત આવતા કારખાનામાં કામ કરતી નાઝ્મીન નામની મહિલા શ્રમિકે જણાવ્યું હતું કે અગાઉ કારખાનામાં કામ કરતી માયા રહે વવાણીયા વાળી આવી હતી જે તેની બહેનને ખરીદી માટે સાથે લઇ ગઈ છે અને મમ્મીએ બહાર જવાનું કીધું નથી જેથી કોન્ટ્રાકટર હિતેશ રામાવતે ફોન કરતા નવયુગ સિલેકશનમાં ખરીદી માટે ગયા હોવાનું જણાવ્યું હતું જોકે ત્યાં ના હતી અને બાદમાં બે-ત્રણ વખત ફોન કર્યા બાદ વાત થઇ હતી અને વિજય ટોકીઝ પાસે માયા અને સગીર વયની છોકરી મળી આવી હતી જેથી કારખાને જવાનું કહેતા ખરીદી બાકી હોવાનું કહ્યું હતું અને નવયુગ સિલેકશન ખાતે ગયા હતા
જેથી ફરિયાદી હિતેશભાઈ પણ સાથે ગયા હતા અને કપડા જોતા હોય ત્યારે તમે પહેલા અહી આવ્યા નથી તેવું લાગતા સીસીટીવી ફૂટેજ ચેક કરવા પડશે કહેતા માયા સાઈડમાં જઈને કોઈને ફોન કરતી હતી અને થોડીવારમાં આરોપી સલીમ અને રફીક ત્યાં આવ્યા હતા જે આરોપીઓએ ઢીકા પાટું માર મારી શોરૂમના ઉપરના માળેથી નીચે લાવીને કાળા કલરની સ્કોર્પીઓ નંબર- GJ-36-AF-0786 વાળી કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર હિતેશભાઈ રામાવતે આરોપી માયા રહે વવાણીયા તા. માળિયા તેમજ સલીમ અને રફીદ રહે મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ ૩૬૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.