વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પોતાના ભાષણોમાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવાની વાતો કરતા હોય છે પણ ભ્રષ્ટાચાર નાબુદી માટે આજ દિન સુધી કોઈ નકર પોલિસી બની હોય તેવું સામે આવ્યું નથી
ત્યારે ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટેનાં ઉમદા હેતુ સાથે મોરબી તાલુકામાં ભષ્ટ્રાચાર નાબૂદી એસોસિએશનની રચના કરવામાં આવી છે અને તેનો વિધીવત પ્રારંભ તારીખ 7 એપ્રિલ ને ગુરુવારના રોજ સવારે 9:30 કલાકે મોરબી તાલુકા સરપંચ એસોસિયેશન નાં પુર્વ પ્રમુખ અને રાજપર ગામ નાં પુર્વ સરપંચ કરમશીભાઈ મારવાણીયા ની અધ્યક્ષતા માં અને રાજકોટ થી પધારેલા મુખ્ય મહેમાન જીગ્નેશભાઈ કાલાવાડીયા નાં હાથે દિપ પ્રાગટય કરી કાર્યકમ ની શરૂઆત કરવામાં આવી હતી આ તકે ઉપસ્થિત આગેવાનો દ્વારા ભષ્ટ્રાચાર સામે ની લડાઈ કેમ લડવી તે વિશે માહિતીગાર કરી ભષ્ટ્રાચાર નાબૂદી એસોસિએશન સાથે જોડવાની હાંકલ કરી હતી ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સનાં એસોસીએશનનાં જનરલ સેક્રેટરી કે ડી બાવરવા મોરબી નગર પાલીકાનાં પુર્વ સદસ્ય કે પી ભાગીયા સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.