મોરબી: મોરબી આજે તા. ૧૮/૧૨/ ૨૦૨૨ ને રવિવારના રોજ અંદરપા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુટુંબના આગેવાનો , વિદ્યાર્થીઓ, સામાજિક આગેવાન અને સંચાલન કરતા તમામ સંચાલકોનું ભવ્ય સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો. તેમજ ૪૫ વર્ષથી ગરબા ગાવાવાળાના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને દર વર્ષે સ્નેહમિલન કાર્યક્રમ યોજાય છે તથા સાત વર્ષના એડવાન્સ દાતા પણ છે.
