Saturday, September 21, 2024

ભારે વિરોધ નાં અંતે ભાજપ જિલ્લા પ્રમુખ ની જાહેરાત મોરબી ને સરકારી મેડિકલ કોલેજ મળશે જ!!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ રદ્દ થતાં સામાજિક સંસ્થાઓ અને આમ નાગરિકો માં ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો તો બીજી તરફ આ બાબતે રાજકારણમાં ગરમાવો આવતા વિરોધ પક્ષો દ્વારા પણ કાર્યકમો યોજી સરકાર ની આકરી ટીકા કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે વિરોધ ના સુરો સંભળાતા ભાજપ આગેવાનો ગાંધીનગર આરોગ્યમંત્રી પાસે દોડી ગયા હતા અને ઘી ના ઠામ ઘી પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે !!

મોરબી જીલ્લાને મળેલ સરકારી મેડીકલ કોલેજ અંગે ગત તારીખ ૧૩–૦૪–૨૦૨૨ ને બુધવારના રોજ મળેલ બેઠકમાં રાજય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, પ્રદેશ અગ્રણી રાઘવજીભાઈ ગડારા, અનિલભાઈ મહેતા, મોરબી જીલ્લાના સંગઠનના પ્રભારી ભાનુભાઈ મેતા, મોરબીના આગેવાન વેલજીભાઈ બોસ, મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જયુભા જાડેજા, જેસંગભાઈ હુંબલ તેમજ મોરબી–માળીયા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના પંચાયત અને શ્રમ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શીહોરા, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી રીશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા તથા ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના આગેવાનોને સાથે રાખી મોરબીની મેડીકલ કોલેજ સરકારી મેડીકલ કોલેજ તરીકેની માન્યતા ચાલુ રહે તે અંગે મીટીંગ દરમિયાન રજુઆત કરવામાં આવેલ હતી. આરોગ્ય મંત્રીએ સર્વે આગેવાનોને પુર્ણ ખાતરી આપેલ હતી કે અગાઉ મોરબી જીલ્લામાં જે કોલેજ મંજુર થઈ હતી એ જ પ્રમાણે રહેશે. કોઈપણ જાતનો એમાં બદલાવ કરવામાં આવશે નહિ તેવી ખાતરી આપેલ છે.

 કોંગ્રેસ દ્વારા મેડીકલ કોલેજ અંગે આજરોજ જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે તે મોરબી જીલ્લાની પ્રજાને ગુમરાહ કરવા માટેનો પ્રયાસ છે. કોંગ્રેસે પોતાના ૭૦ વર્ષના શાસનકાળમાં મોરબી જીલ્લાના તાલુકાઓમાં શું વિકાસ કર્યો છે તે પ્રજા જાણે છે. માટે પ્રજા કોંગ્રેસને જાકારો આપી રહી છે. મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા મેડીકલ કોલેજ માટે ઉપવાસ આંદોલન કરી પ્રજાને ગુમરાહ કરવાના જે પ્રયત્નો કરે છે તેને મોરબી જીલ્લા ભાજપના પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા જીલ્લા ભાજપના આગેવાનોએ આ કૃત્યની ઘોર આલોચના કરી છે.

મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ મોરબી જીલ્લાની દરેક પ્રજાને સરકારની સુશાસનની સુવિધાઓ છેવાડાના માનવી સુધી સરકારી ધોરણે મળી રહે તે માટે હરહંમેશ સંકલ્પિત છે અને સદાય સંકલ્પિત રહેશે તેવું જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ અંતમાં જણાવ્યુ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર