Sunday, September 22, 2024

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બાળાઓએ દેશભક્તિ અભિનયગીત રજૂ કરી શાળામાં મેળવેલા શિક્ષણના સંભારણા રજૂ કર્યા.

કેક કાપી વિદાય સમારંભને યાદગાર બનાવ્યો.

મોરબી,વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કાળ દરમ્યાન સૌથી વધુ વર્ષો પ્રાથમિક શાળાઓમાં વિતાવે છે, વિદ્યાર્થીઓ જીવનના પાઠ શીખવાની શરૂઆત પ્રાથમિક શાળાથી કરે છે તેથી વિદ્યાર્થીઓના જીવનમાં પ્રાથમિક શાળા,પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકની છાપ અમીટ રહે છે વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાને આજીવન ભૂલી શકતા નથી વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળા પ્રત્યે લગાવ પણ ખુબજ હોય છે એ અન્વયે માધાપરવાડી કન્યા શાળાની સ્ટાફ દ્વારા ધો.8 ની 51 વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.વિદાય સમારંભને યાદગાર બનાવવા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં બાળાઓએ અભિનયના ઓજસ પાથરી આઠ વર્ષ સુધી મેળવેલ શિક્ષણના સંભારણા રજૂ કર્યા હતા.વિદાય પામનાર ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓને શાળાના સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ બાળાઓ માટે રસ પુરીના ભાવતા ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું. કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ તથા ડી.ડી.બાવરવા તેમજ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીનીઓ ભણી-ગણીને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.વિદ્યાર્થીનીઓએ પણ પોટતાની યાદી શાળામાં જળવાઈ રહે એ માટે પંખો અર્પણ કરી ઋણ સ્વીકાર કર્યોં હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર