મોરબી ની પરશુરામ પોટરી ભારત વર્ષમાં પોતાની એક આગવી ઓળખ ધરાવતી હતી અને અનેક કામદારો થીં ધમધમતી હતી બાદમાં સમય સંજોગોવશ પરશુરામ પોટરી બંધ થઈ જતા હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયેલી છે
હાલ પરશુરામ પોટરીના કવાટર્સમાં મજુરોના મકાનમાં મહિલા એ મકાન પચાવી પાડી ગેરકાયદેસર કબજો કરી વપરાશ ચાલુ રાiખ્યો હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મોરબીની પરશુરામ પોટરીમાં રહેતા સરીતાબેન અચ્યુતભાઈ ગણપુલે એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ખીમીબેન મોતીભાઈ ભંખોડીયા એ ફરિયાદી સરીતાબેનની માલિકીનું મોરબી તાલુકાના ત્રાજપર ગામના સીટી સર્વે નંબર ૨૩૬૦/૨ પૈકીની જમીનમાં પરશુરામ પોટરીમાં મજુરોના કવાટર્સ બનાવેલ હોય જે પૈકી મકાન નંબર-૪૩ ગૌશાળા વાળી લાઈનમાં આવેલ રહેણાંક મકાનમાં ગેરકાયદેસર કબજો કરી પચાવી પાડી હાલમાં પણ વપરાશ ચાલી રાખ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
