Wednesday, September 25, 2024

મોરબીના સક્ત શનાળા ગામે ફોર વ્હીલ બાજુમાં ચલાવવા બાબતે બે પક્ષ વચ્ચે મારમારી, સામસામે નોંધાઈ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સકત શનાળા ગામે મુરલીધર હોટલની પાછળ નવા પ્લોટમાં ફોર વ્હીલ બાજુમાં ચલાવવા બાબતે બે પક્ષ વચ્ચે મારમારી થતા બંને પક્ષો એ એકબીજા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે સામસામે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના સકત શનાળા ગામે મુરલીધર હોટલની પાછળ નવા પ્લોટમાં રહેતા પંકજભાઈ પ્રેમજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૦) એ તેમના જ ગામના આરોપી નિતીનભાઇ મહેશભાઈ સોલંકી, રાહુલભાઈ મહેશભાઈ સોલંકી, તથા મહેશભાઈ બાબુભાઈ સોલંકી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૧૧-૨૦૨૨ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ફરીયાદી આરોપી નિતીનભાઇને ફોર વ્હિલ ગાડી બાજુમાંથી ચલાવવા બાબતે ના પાડતા પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકાથી એક ઘા ફરીયાદીને બરડામાં મારી મુંઢ ઈજા કરી તેમજ આરોપી રાહુલભાઈએ પોતાના હાથમાં રહેલ લોખંડના પાઈથી એક ઘા ફરીયાદીને માથામાં મારી સામાન્ય ઈજા કરી તેમજ આરોપી મહેશભાઇએ ઉપરાણુ લઈ ફરીયાદીને લાતો ઢીંકાથી માર મારી મુંઢ ઈજા કરી તથા આરોપી નિતીનભાઇએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો ભૂંડા બોલી ઝપા ઝપી કરી ઢીંકા પાટુનો માર મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર પંકજભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જયારે સામા પક્ષે મોરબીના સક્ત શનાળા ગામે ઈન્દીરા આવાસ નવા પ્લોટ ઇસ્કોન એપાર્ટમેન્ટ પાછળ રહેતા મહેશભાઇ બાબુભાઈ સોલંકી (ઉ.વ.૪૫) એ આરોપી મહીપત ઉર્ફે ભુરો રવજીભા વાઘેલા, સંજય ઉર્ફે ગોવીંદ મનસુખભાઇ વાઘેલા, નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી તથા, પંકજ પ્રેમજીભાઇ વાઘેલા, મયુર પ્રેમજીભાઇ વાઘેલા, પ્રકાશ મનસુખભાઇ વાઘેલા, મનોજ ધનજીભાઇ સોલંકી, બીપીન ગણેશભાઇ સોલંકી તથા કમલેશ હરીભાઇ વાઘેલા રહે. બધા મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીનો દીકરો નિતીન પોતાના મીત્રની કાર લઇને પોતાના ઘરે આવતો હતો ત્યારે આરોપીઓ શેરીમાં આવેલ વળાંક પાસે બેસેલ હોય જેથી કાર ધીમી કરવા સારૂ ફરીયાદીના પુત્ર નિતીન એ બ્રેક મારતા ઘુળ ઉડતા આરોપી સંજયએ ફરીયાદીના પુત્રને ગાળો આપી બોલાચાલી કરેલ હોય જે બાબતે ફરીયાદીના પુત્રએ ઘરે જઇને ફરીયાદીને વાત કરતા ફરીયાદીનો નાનો પુત્ર રાહુલ ઉવ.૧૭ વાળો આરોપી ને પોતાના ઘર પાસે ગાળો ન બોલવા સમજાવવા જતા આરોપીઓ એક સંપ કરી ફરીયાદીના નાના પુત્ર રાહુલને છરી તેમજ લાકડી વડે માર મારતા જે ફરીયાદી તથા સાહેદ ફરીયાદીના માતા-પિતા તથા પત્નીને જાણ થતા તે છોડાવવા સારૂ જતા આ કામના આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને છરી તથા ધારીયા તથા લાકડી વડે માર મારી ફરીયાદીને માથામાં તથા ડાબા પગમાં ઇજા કરી તથા ડાબા હાથમાં ફ્રેકચર જેવી તથા શરીરે મુંઢ ઇજા કરી તેમજ સાહેદ રાહુલ ઉવ.૧૭ વાળાને ડાબા કાન ઉપર છરી વડે ગંભીર ઇજા કરી તથા માથાના ભાગે ઇજા કરી તથા ફરીયાદીના પિતા બાબુભાઇ ને જમણા હાથમાં આંગણીઓમાં છરી વડે ગંભીર ઇજા પહોંચાડી તથા ફરીયાદીના માતા તથા પત્નીને મુંઢ માર મારી ઇજાઓ કરી ભુંડા બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર મહેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે બંને પક્ષો એ એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી પોલીસે ફરીયાદના આધારે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર