Friday, September 27, 2024

મોરબીના શારદાનગરનો એસટી રૂટ બંધ કરેલ છે તે ચાલુ કરવા ગોરખીજડીયા ગામના સરપંચે ડેપો મેનેજરને રજુઆત કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના શારદાનગરનો એસટીનો રૂટ બંધ કરી દેતા ગોરખીજડીયા તથા વનાયડીયા ગામના વિધાર્થીઓને મોરબી અપડાઉન કરવામાં મુશ્કેલી પડી રહી હોવાથી ગોરખીજડીયા ગામના સરપંચ દ્વારા મોરબી એસટી ડેપો મેનેજરને શારદાનગરનો રૂટ શરૂ કરવા લેખીતમાં રજૂઆત કરી છે.

મોરબી તાલુકાના ગોર-ખીજડીયા તથા વનાડીયા ગામના વિદ્યાર્થીઓને સવારે શારદા નગરનો ફેરો આવતો એ થોડા સમયથી બંધ કરી દીધેલ છે તો વિદ્યાર્થી ઓ ને મોરબી અપ ડાઉન કરવામાં હાલાકી પડતી હોવાથી આ ફેરો રાબેતા મુજબ ચાલુ કરવા વીનંતી કરી છે. આ માટે અગાઉ પણ લેખીત અને મૌખિક રજૂઆત કરેલ છે તથા આ બે ગામના 50-60 વિદ્યાર્થીઓ અપ ડાઉન કરે છે જેઓના ઈશ્યુ કરેલ પાસની કોપી જોડવામાં આવેલ છે. તેમજ મોરબી એસટી ડેપો મેનેજરને ગોર ખીજડીયા ગામના સરપંચ દ્વારા આ રૂટનો ફેરો ફરીથી ચાલુ કરવા માટે લેખિત રજુઆત કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર