Sunday, September 22, 2024

મોરબીના શનાળા ચોકડી પાસે નવ તોલાનાં સોના હારની ચીલ ઝડપ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીમાં ચોર લૂંટારાઓને જાણે પોલીસનો ભય ન હોય તેમ બેખોફ બન્યા છે

ધોળા દિવસે મોટરસાયકલ પર આવી ગળામાં પહેરેલો સોના નો ચેન ઝુંટવી નાશી છુટીયા ની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ મોરબીના શકત શનાળા ગામે લગ્નપ્રસંગ પતાવી જેઠાણીના ઘેર ચાલીને જઈ રહેલા પરિણીતાના ગળામાંથી નવ તોલાનો સોનાનો હાર અને પાટિપારો ઝુંટવી સમડીએ ચીલઝડપને અંજામ આપી પાછળ દોડેલા મહિલાને પાછળી દેતા ઈજાઓ પહોંચી હતી.હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રૂ.2.70 લાખના હાર અને પાટિપારાની ચીલઝડપ મામલે અજાણ્યા બાઈક ચાલક યુવાન વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
મકનસર ગામે સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા ચેતનાબેન ધર્મેશભાઇ કરકટા ગઈકાલે ટંકારાના કોયલી ગામે પોતાના ભત્રીજા સંજયભાઈ તથા ભત્રીજી પ્રિયાબેનના લગ્નમાં ગયા હતા અને ત્યાંથી ટંકારાના વીરપર ગામે સંજયભાઈની જાનમાં ગયા હતા જ્યાંથી લગ્ન પ્રસંગ પૂર્ણ થતા છોટાહાથીમાં બેસી રાજપર ચોકડી શનાળા પહોંચી તેમના જેઠાણી સાથે ચાલીને જતા હતા ત્યારે જ અચાનક અંદાજે પચીસેકે વર્ષની ઉંમરનો યુવાન ગળામાં લૂંગી નાખી ચેતનાબેનની નજીક ધસી આવી ગળામાંથી આશરે નવ તોલા વજનનો સોનાનો પયહાર અને પાટિપારો ઝુંટવીને નાસી ગયો હતો.
વધુમાં ચતનાબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના ગળામાંથી સોનાનો હાર અને પાટિપારો ઝુંટવીને આ અજાણ્યો શખ્સ નાસવા જતા તેઓ તેની પાછળ દોડતા ચીલઝડપ કરનાર સમડીએ ચેતનાબેનને પછાડી દેતા ઈજાઓ પહોંચી હતી, વધુમાં આ સોનાનો હાર અને પાટિપારો ચેતનાબેનના ટંકારા ખાતે રહેતા તેમના ભાભીનો હોવાનું અને નવ તોલા વજનના હાર અને પાટિપારો અંદાજે 2.70 લાખની કિંમતનો હોવાનું જાહેર કર્યું છે.
હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ચેતનાબેન ધર્મેશભાઇ કરકટાની ફરિયાને આધારે આશરે પચીસ વર્ષની ઉંમરના અજાણ્યા કોફી કલર જેવો શર્ટ તથા કાળુ પેન્ટ પહેરેલ અને ગળામાં કપડાની લુંગી વાળા મોટર સાયકલ સાથે આવેલ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર