મોરબી શહેરના વસંત પ્લોટમાં એલસીબી ટીમે બાતમીને આધારે દરોડો પાડી ૪૨ હજારથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો જેની પૂછપરછમાં વધુ એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમે શહેરના વસંત પ્લોટમાં દરોડો પાડીને અમૃતભાઈ ઉર્ફે અમુ પ્રવિણભાઈ પઢારીયા લુહાર (ઉં.વ. ૩૪, રહે. નાની રાવલ શેરી, મોરબી) ને રોયલ ચેલેન્જ વ્હીસ્કી કાચની ૪૭ બોટલો (કિં. રૂ. ૨૪,૪૪૦), મેજીક મોમેન્ટ્સ ગ્રેઇન વોડકા કાચની ૩૬ બોટલો (કિં. રૂ. ૧૪,૪૦૦) અને મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી કાચની ૧૧ બોટલો (કિં. રૂ. ૪૧૨૫) મળી કુલ રૂ. ૪૨,૯૬૫ ની કિંમતની ૯૪ બોટલ સાથે ઝડપી પાડયો છે જ્યારે દારૂના આ વેપલામાં દેવો લાલજીભાઇ પરમાર (રહે. વાવડી રોડ, કબીર આશ્રમ પાસે, મોરબી) નું પણ નામ ખુલતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ચોરી પે સીના ચોરી: કલેકટર કચેરીએ પિસ્તોલનું લાયસન્સ માંગવા ગયેલા પાટીદાર યુવાનો ખોટા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાચા?
મોરબી: મોરબીમાં વ્યાજખોરોનું વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે જેને આડતરો પોલીસનો સાથ મળી રહ્યા હોવાના આક્ષેપો સાથે મોરબીના 1500 થી વધુ પાટીદાર યુવાનોએ કલેક્ટર કચેરી ગજવી આત્મ રક્ષણ માટે હથિયાર નો પરવાનો આપવાની...
એજન્સી ફાયનલ થયે પાલિકા પોતાની ફરી સેવા શરૂ કરશે
મોરબી શહેરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અને ધંધા રોજગાર પર જવા આવવા માટે મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના હેઠળ સિટીબસ સેવા શરૂ કરી હતી તેમજ તેની કામગીરી ગુરૂકૃપા બસ સર્વીસ નામની ખાનગી એજન્સીને તેમનું સંચાલન સોંપ્યું હતું. આ સિટી બસમાં ખુબ...