ગજાનંદ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી ના પીપળી રોડ પર આવેલ ગજાનંદ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડો કરીને એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની ૧૦૧ બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો મોરબી એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન પીપળી રોડ પર ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોય જે બાતમીને આધારે એલસીબી ટીમે રેડ કરી હતી જેમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૧ બોટલ મળી આવતા એલસીબી ટીમે ૩૦,૩૦૦ ની કિમતનો દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુભા વાઘેલાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
