Monday, September 23, 2024

મોરબીના માધાપરમાં નજીવી બાબતે થયેલ ફાયરિંગમાં 6 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના માધાપરમાં શેરી નં -૧૯ ના ખુણે શીવશક્તિ લખેલ મકાનની બાજુમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ બાળકોના ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા વૃદ્ધ પર આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ બનાવ અંગે ભોગ બનનારે છ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં અંબીકા રોડ, જુની ગૌશાળા બ્લોક નં -૩ માં રહેતા સંગ્રામસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.૬૫) એ આરોપી હેમત સુખદેવભાઇ કોળી (રહે. મકનસર), રાહુલ સવજી કોળી (રહે.માઘાપર-૨૨), કિશન પ્રહલાદ કોળી (રહે.ત્રાજપર ખારી) તુલસી હસમુખભાઇ કોળી (રહે.મોરબી રાજનગર પંચાસર રોડ) તથા બે અજાણ્યા માણસો રહે.મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૧૦-૨૦૨૨ ના રોજ આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં આરોપી હેમંત સુખદેવભાઈ, રાહુલ સવજી, કિશન પ્રહલાદએ ફરીયાદના પૌત્ર તથા દિકરાની પત્ની સાથે શેરીમાં ફટાકડા ફોડવા બાબતે ગાળા ગાળી અને ઝઘડો કરતા ફરીયાદીએ તેમને ગાળો આપવાની ના પાડતા આરોપીઓને તેમના કોઇ સબંધી તેમને ઘરે લઇ જતા થોડીવારમાં આરોપી એક થી ત્રણ પૈકી કોઇએ આરોપી તુલસી હસમુખભાઇને બોલાવતા આરોપી તુલસી હસમુખભાઇ તથા બે અજાણ્યા માણસો મોટર સાયકલમાં આવી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ફરીયાદી સાથે ઝઘડો કરી આરોપી તુલસી હસમુખભાઇએ પોતાના પેન્ટના નેફામાંથી ગેરકાયદેસર હથીયાર પીસ્તોલ કાઢી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે ફરીયાદી સામે તાંકી બે રાઉન્ડ ફાયર કરી ફરીયાદી સાઇડમાં જતા રહેતા ફરીયાદના મોઢાના ભાગે મુકકો મારી મુંઢ ઇજા કરી ફરીયાદીએ આરોપી તુલસી હસમુખભાઇને ધકકો મારતા આરોપી તુલસી પડી જતા સાથેના બે અજાણ્યા માણસોએ ફરીયાદીને કહેલ કે આજે તો તુ બચી ગયેલ છો હવે પછી કંયાય ભેગો થઇશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી મોટર સાયકલ લઇ નાશી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર સંગ્રામસિંહ જાડેજાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨),૧૧૪ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ,૨૭ જી.પી.એ. કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર