મોરબીના મહેન્દ્રનગર ગામ ખાતે એક હડકાયા કૂતરાએ આંતક મચાવતા એક ડઝનથી વધુ લોકોને બચકા ભરતા આવાં લોકોને ફરજિયાત સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવી પડી છે
મહેન્દ્રનગર ગામ ખાતે રહેતા અલ્પેશભાઈ ઓડીયા એ જણાવ્યું હતું કે મહેન્દ્રનગર પાસે આવેલ પ્રભુ કૃપા સોસાયટી માં એક હડકાયા કૂતરાએ રીતસર આંતક મચાવતા દસ થી વધુ લોકોને બચકાં ભરી લેતા આવા લોકો સિવિલ હોસ્પિટલ ખાતે હડકવાની રસી લેવાની ફરજ પડી હતી હજુ પણ હડકાયા કુતરાનો આંતક યથાવત હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જવાબદાર તંત્ર પાસે આવાં હડકાયા કૂતરા ને કાબૂમાં લેવા કે પકડવા માટે કોઈ સર સાધન ન હોય લોકો મા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાનુ શિક્ષણ ક્ષેત્રમા આપેલ યોગદાન બદલ શિક્ષક રત્ન એવોર્ડ અને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું.
આ ફાઉન્ડેશન એ નેશનલ કક્ષાએ કાર્યરત છે.વિજયભાઈએ બાળકો માટે અનેક પ્રવૃત્તિઓ કરાવીને તેમના કૌશલ્ય, મૂલ્યો માટે પ્રશંસનીય કામગીરી કરી છે.તેમની આ પ્રેરણાદાયી કામગીરી બદલ આ એવોર્ડ અર્પણ કરાયો.
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળા જિલ્લામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ
મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર, ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જેમ કે બાળાઓ માટે રાણી લક્ષ્મીબાઈ સ્વ-રક્ષણની તાલીમ, એડોલેશન પ્રોગ્રામ,...